વાંકાનેરમાં વ્હીસકીની બોટલો સાથે એક પકડાયો

- text


વાંકાનેર : વાંકાનેરમાં વ્હીસકીની બોટલો સાથે એક શખ્સ પકડાયો છે. પોલીસે રૂ. 3120નો મુદામાલ કબ્જે કર્યો છે.

- text

ગઈકાલે તા. 21ના રોજ વાંકાનેર શહેરમાં ગાયત્રી મંદીર સામે બરફના કારખાના સામે આરોપી જયદીપસિંહ ઘનશ્યામસિંહ જેઠવાને ગે.કા. પાસ પરમીટ કે આધાર વગર ભારતીય બનાવટનો પરપ્રાંતીય ઇંગ્લીશ દારૂ રોયલ ચેલેન્જ કલાસીક પ્રીમીયમ વ્હીસકીની કાચની ૭૫૦ એમ.એલ.ની કંપની શીલપેક 6 બોટલો (કી.રૂ. 3120) સાથે પકડી પાડવામાં આવ્યો છે. આરોપીએ વિદેશી દારૂની બોટલો વેચાણ કરવાના ઇરાદે થેલામાં રાખી હતી. પોલીસે વિદેશી દારૂની બોટલો જપ્ત કરી આરોપીની અટકાયત કરી તેની સામે વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો નોંધ્યો છે.

- text