ટંકારામાં ટ્રેકટર અને ટાટા વાહન વચ્ચે અકસ્માત, એક ઘાયલ

- text


ટ્રેકટરચાલકે ટાટા વાહનના ચાલક સામે પોલીસ ફરિયાદ નોંધાવી

ટંકારા : મોરબી-રાજકોટ હાઇવે પર ટંકારાના વીરપર ગામની પાધરમાં નાળા પાસે ટ્રેકટર અને ટાટા વાહન વચ્ચેના અકસ્માત એક વ્યક્તિને ગંભીર રીતે ઇજા થયાનો બનાવ સામે આવ્યો છે. આ બનાવ અંગે ટ્રેકટરચાલકે ટાટા વાહનના ચાલક સામે પોલીસ ફરિયાદ નોંધાવતા ટંકારા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- text

આ બનાવની ટંકારા પોલીસ સ્ટેશનમાંથી પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદી ભરતભાઇ નરભેરામભાઇ દલસાણીયા (ઉવ. ૪૯ ધંધો.ખેતી રહે.જેપુર, મોરબી) એ ટાટા ૭૦૯ નં. GJ 03 BV 5160 નો ચાલક સામે ફરિયાદ નોંધાવી હતી કે, ગત તા.૧૪ ના રોજ સવારના આશરે સવા સાતેક વાગ્યાના અરસામાં મોરબી રાજકોટ હાઇવે વીરપર પાધરમાં નાળા પાસે ફરીયાદી પોતાના હવાલા વાળુ ટ્રેકટર નં.GJ 03 L 305 લઇને જતા હતા. તે દરમ્યાન આરોપીએ પોતાના હવાલાવાળુ ટાટા ૭૦૯ રજી નં. GJ 03 BV 5160 ફુલ સ્પીડમાં ગફલતભરી રીતે ચલાવી ફરીયાદીના ટ્રકટરની સાઇડ કાપી સાઇડમાંથી ઠોકર મારતા ફરી.નુ ટ્રેકટર પ્લટી ખાઇ જતા ફરીયાદીનો જમણો પગ ટ્રેકટરના મોટા વ્હીલ નીચે આવી જતા જમણા પગના ઢીચણ નીચે નળાના ભાગે ફેકચર કરી ગંભીર ઇજા પહોંચાડી હતી. આ બનાવની ટંકારા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

 

- text