મોરબીની વીસી હાઇસ્કૂલ ખાતેથી રેમડેસિવિરનું વિતરણ : જાણો કઈ રીતે મેળવી શકાશે આ ઇન્જેક્શન

- text


મોરબી : મોરબી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા દરેક જરૂરિયાતમંદ દર્દીને રેમડેસેવીર ઇન્જેક્શન મળી રહે તે માટે વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. આ ઇન્જેક્શનનું વિતરણ વી.સી. હાઇસ્કૂલ ખાતેથી સવારે 9થી બપોરે 12 વાગ્યા સુધી ગોઠવવામાં આવ્યું છે. સિટી સ્કેનમાં 10કે તેથી ઉપરનો સ્કોર હશે તેજ દર્દીઓને ઇન્જેક્શન આપવા અંગે પ્રાથમિકતા અપાશે. હોસ્પિટલોએ ઇન્જેક્શન લેવા આવતી વખતે આગલા દિવસે વપરાયેલ ઇન્જેક્શનના ખાલી વાયલ સાથે લાવવાના રહેશે. ઉપરાંત હોસ્પિટલોએ ઓનલાઇન લિંકમાં કેટલા બેડ ભરેલ છે તેની વિગત અપડેટ કરવાની રહેશે.

- text

હોસ્પિટલમાં દાખલ દર્દીઓને રેમડેસીવીર કઈ રીતે મળશે ?

હોસ્પિટલમાં દાખલ દર્દીઓને હોસ્પિટલમાંથી જ ઇન્જેક્શન મળી જશે. જેના માટે હોસ્પિટલના પ્રતિનિધિઓ ઇન્ડેન્ટમાં દર્દીઓની વિગતો ભરી સાથે દર્દીવાઇઝ ડોકટરનું અસલ પ્રિસ્ક્રિપ્શન, તેઓનો આરટીપીસીઆર રિપોર્ટ, એન્ટીજન ટેસ્ટ રિપોર્ટ કે સિટી સ્કેન રિપોર્ટ તથા દર્દીનું આધારકાર્ડ લાવવાનું રહેશે.

કોવિડ કેર સેન્ટરમાં દાખલ દર્દીઓને રેમડેસીવીર કઈ રીતે મળશે ?

કોવિડ કેર સેન્ટરના દર્દીઓને ઇન્જેક્શન ત્યાંથી જ મળી રહેશે. પ્રતિનિધિએ દર્દી વાઇઝ ડોકટરનું અસલ પ્રિસ્ક્રિપ્શન તેઓનો આરટીપીસીઆર રિપોર્ટ, એન્ટીજન ટેસ્ટ રિપોર્ટ કે સિટી સ્કેન રિપોર્ટ તથા દર્દીનું આધારકાર્ડ લાવવાનું રહેશે.

હોમ આઇસોલેટ દર્દીઓને ઇન્જેક્શન ક્યાંથી મળશે ?

ડોકટર (એમડી)નું અસલ પ્રિસ્ક્રિપ્શન, દર્દીનો આરટીપીસીઆર રિપોર્ટ, એન્ટીજન ટેસ્ટ રિપોર્ટ કે સિટી સ્કેન રિપોર્ટ અથવા દર્દીનું આધારકાર્ડ લાવવાનું રહેશે.

- text