મોરબી જિલ્લાના જનસેવા કેન્દ્ર તથા ઇ-ધરા કેન્દ્ર 30 એપ્રિલ સુધી બંધ રહેશે

- text


જિલ્લા કલેક્ટર જે. બી. પટેલ દ્વારા પરિપત્ર જાહેર કરાયો

મોરબી : કોરોના વાઇરસના સંક્રમણને નિયંત્રણમાં લેવા માટે સરકાર દ્વારા નિવારાત્મક પગલાઓ લેવામાં આવી રહ્યા છે. જેના ભાગરૂપે રાજ્યના ગૃહવિભાગના હુકમ મુજબ સરકારી કચેરીઓમાં ખૂબ જ અગત્યની કામગીરી હોય તો જ મુલાકાતીઓને પ્રવેશ આપવા અંગેની સૂચના થયેલ છે.

- text

જેના અનુસંધાને મોરબી શહેર તથા જિલ્લામાં COVID-19 ના વધતાં જતાં સંક્રમણને નિયંત્રણ કરવા અને તકેદારીના ભાગરૂપે COVID-19 વાઇરસનું સંક્રમણ આગળ વધતું અટકાવવા તેમજ સરકારી કચેરીઓમાં અરજદારોનો ધસારો ઓછો કરવા, લોકોની ભીડ એકત્રીત ન થાય અને સોશ્યલ ડીસ્ટન્સનું પાલન થાય તે માટે મોરબી જિલ્લાની તમામ મામલતદાર કચેરીઓમા આવેલ જનસેવા કેન્દ્ર તથા ઇ-ધરા કેન્દ્રની કામગીરી તા.૧૫.૦૪.૨૦૨૧ થી તા.૩૦.૦૪.૨૦૨૧ સુધી જાહેર આરોગ્યના હિતને ધ્યાનમાં લઈને બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. તેમજ માત્ર ઓનલાઈન અરજીઓ સ્વીકારી તે અંગેની કાર્યવાહી કરવાની રહેશે. જનસેવા કેન્દ્ર સબંધિત કામગીરી માટે માત્ર અત્યંત આવશ્યક સંજોગોમાં સબંધિત મામલતદારનો સંપર્ક કરવાનો રહેશે તે અંગેનો પરિપત્ર જિલ્લા કલેક્ટર જે.બી. પટેલ દ્વારા કરવામાં આવ્યો છે.

- text