હડમતીયામાં દાતાઓના સહયોગથી સેવાભાવી સંસ્થાઓ દ્વારા કોવિડ ટેસ્ટ કેમ્પ

- text


ટંકારા : ટંકારા પંથકમાં કોરોના હાહાકાર મચાવી રહ્યો છે ત્યારે ગામડાઓની દુર્દશા જોઈ શકાય તેમ નથી. ગામડાઓમાં કોરોના વાયરસના કારણે રીતસરના માનવ જિંદગી ટપોટપ મરી રહી છે ત્યારે આ મહામારીને નાથવા ‘હડમતીયા અપડેટ’ ગ્રુપ દ્વારા ગામના યુવાનો દ્વારા જનજાગૃતિ અભિયાનની શરૂઆત કરી અને ગ્રુપ દ્વારા બજરંગ ધુન મંડળ અને હડમતીયા યુવા સેવાભાવી મંડળના સંયુક્ત પ્રયાસથી 100 કીટનો ફાળો એકઠો કરેલ હતો. ત્યારબાદ ઉદ્યોગપતિ દાતાઓના સહયોગથી બીજી 100 કીટનુ દાન મળતા ટોટલ 200 રેપિડ કીટનો ટાર્ગેટ થતા કેમ્પનું આયોજન કરેલ છે. અને જરૂર જણાય તો સિરામિક ઉદ્યોગકારો દ્વારા પણ કિટની ઓફર આવતા ગામની આફતને અવસરમાં ફેરવી નાખ્યુ હતુ.

હડમતીયા ગામમાં ઘરે-ઘરે બિમારીના ખાટલા છે ત્યારે ચૂંટાયેલા પ્રતિનિધિઓ કેમ ગામની મુલાકાત કરવા રાજી થયા નથી? જાણે હડમતીયા ગામ દફતર બહાર હોય તેમ અગ્રણીઓએ ગામના આરોગ્ય હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરની મુલાકાત લીધી નથી ત્યારે ગ્રામજનોએ “આપના હાથ જગન્નાથ”ની ઉક્તિને સાબિત કરી બતાવી છે. ગામજનો તંત્ર કે સરકારનાં ભરોસે બેસી રહેવાને બદલે જાતે જ કોવિડ ટેસ્ટ કેમ્પ શરૂ કર્યો છે. સાથે સેવાભાવી સંસ્થાઓ જેવી કે શ્રી ગંગા એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટ-ધ્રૃવનગરના રાજુભાઈ ભટાસણા દ્વારા 600 સેનીટાઈઝર બોટલ અને N-95 માસ્ક 2000 નંગનુ વિતરણ કરવામાં આવ્યું હતું. હજુ જરૂરત સમયે સિરામિક ઉદ્યોગકારો ગામની જન્મભૂમિનું ઋણ અદા કરવા માટે તૈયારી દર્શાવી છે.

- text

- text