ટીકર ગામ પાસેથી પસાર થતી માળીયા શાખા નહેરના સર્વિસ રોડ પર ભારે વાહનોની અવર-જવર પર પ્રતિબંધ

- text


જિલ્લા કલેક્ટર જે.બી. પટેલ દ્વારા જાહેરનામું બહાર પડાયું

મોરબી : હળવદ તાલુકાના ટીકર ગામેથી પસાર થતી ટીકર નદીમાંથી રેતી ભરી મોટા વાહનો માળીયા શાખા નહેરની સા.૭૦.૦૦ કિ.મી. ૧૩૭.૯૩ કિ.મી. શાખા નહેરના રોડનો ઉપયોગ કરી ટીકર તરફ જતા હોવાથી નહેરના પાળાને નુકશાન થવાથી તેમજ ગંભીર અકસ્માત થવાની સંભાવના ને ધ્યાને લઈ મોરબી જિલ્લા મેજીસ્ટ્રેટ જે.બી. પટેલ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.

- text

જાહેરનામા અનુસાર માળીયા શાખા નહેરનો સા.૭૦.૦૦ કિલોમીટરથી ૧૩૭.૯૩ કિલોમીટર આવેલ સર્વિસ રોડ ઉપરથી ભારે વાહનોના અવર-જવર પર તા.૦૩/૦૫/૨૦૨૧ સુધી પ્રતિબંધ ફરમાવવામાં આવેલ છે.

આ જાહેરનામાનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર બનશે.

- text