મોરબી : અજાણ્યા બાળકનું પિતા સાથે મિલન કરાવતી એ ડિવિઝન પોલીસ

- text


મોરબી : મોરબીના નવા બસ સ્ટેન્ડ પાસેથી થોડા દિવસ પહેલા આશરે 1 વર્ષની ઉંમરનો અજાણ્યો બાળક મળી આવ્યો હતો.આથી એ ડિવિઝન પોલીસે આ બાળકની યોગ્ય દેખભાળ રાખીને તેના વાલી વારસની શોધખોળ હાથ ધરી હતી.દરમિયાન આજે બાળકના પિતાનો પત્તો લાગતા પોલીસે એ બાળકનું તેના પિતા સાથે સુખદ મિલન કરાવીને પોલીસ ખરા અર્થે પ્રજાની હમદર્દ હોવાનું ચરિતાર્થ કર્યું હતું.

- text

આ બનાવની મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકેથી પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના નવા બસ સ્ટેન્ડ પાસેથી તા.3 એપ્રિલના રોજ આશરે એકાદ વર્ષની ઉંમરનો એક અજાણ્યો બાળક બિનવારસી હાલતમાં મળી આવ્યો હતો.એ ડિવિઝન પોલીસે આ અજાણ્યા બાળકનો કબ્જો મેળવીને તેના વાલી વારસની શોધખોળ ચાલવી હતી. એ ડિવિઝન પોલીસે બાળકના માતા-પિતાની શોધખોળ કરવા વિવિધ દિશામાં ઘનિષ્ઠ તપાસ ચલાવતા આખરે અજાણ્યા બાળકના પિતાનો પત્તો હાથ લાગ્યો હતો અને આજે બાળકના પિતાને રૂબરૂ એ ડિવિઝન પોલીસ સ્ટેશને બોલાવી બાળક સાથે પિતાનું સુખદ પુનઃમિલન કરાવ્યું હતું.

- text