વડોદરા – લાકડીયા હેવી વીજલાઇનના વિરોધમાં હળવદમાં ચક્કાજામ

- text


અસરગ્રસ્ત ખેડૂતો દ્વારા ચક્કાજામ કરતા એકાદ કલાકથી વાહનચાલકો ફસાયા

હળવદ : લાકડીયા – વડોદરા હેવી વીજલાઇન પસાર કરવામાં વીજ કંપની દ્વારા મનમાની કરી જમીન સંપાદનની કાર્યવાહી વગર જ ખેડૂતોના ખેતરમાં ઉભા મોલ વચ્ચે વીજપોલ નાખવામાં આવી રહ્યા હોય કંપનીની દાદાગીરીના વિરોધમાં આજે હળવદના વિવિધ ગામના અસરગ્રસ્ત ખેડૂતો દ્વારા ચક્કાજામ કરાતા કલાકો સુધી હાઇવે ઉપર વાહનચાલકો ટ્રાફિકજામમાં ફસાયા હતા.

પ્રાપ્ત વિગતો મુજબ ખાનગી વીજ કંપની દ્વારા કચ્છના લાકડિયાથી વડોદરા વચ્ચે હેવી વીજભાર વહન કરતી વીજલાઇન પસાર કરવાની કામગીરી ચાલી રહી છે. જેમાં હળવદ સહિતના વિવિધ ગામોમાં કંપનીના માણસો દ્વારા જમીન સંપાદનની કાયદેસરની કાર્યવાહી કર્યા વગર જ ખેડૂતોનો ઉભો પાક લહેરાતો હોવા છતાં વીજપોલ નાખવામાં આવી રહ્યા હોવાથી ખેડૂતો દ્વારા આ મામલે જિલ્લા કલેક્ટરથી લઇ સ્થાનિક કક્ષાએ લેખિત મૌખિક રજૂઆતો કરવામાં આવી હતી. છતાં પણ કંપનીના માણસોની દાદાગીરી યથાવત રહેતા આજે ખેડૂતોનો રોષ ભભૂકી ઉઠ્યો હતો.

- text

આજે સવારે 11.00 વાગ્યા બાદ હળવદ અને આસપાસના વિસ્તારમાંથી એકત્રિત થયેલા લોકોએ હાઇવે ઉપર ચક્કાજામ કરતા લગભગ એકાદ કલાકથી ટ્રાફિક થંભી ગયો છે. અને વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે.

- text