ટંકારાની શાળામાં ચોરી કરનાર ચાર ઝડપાયા

- text


ચોરીના બીજા બનાવને અંજામ આપવા લતીપર ચોકડી પાસે રેકી કરતા હતા અને એલસીબી-ટંકારા પોલીસે દબોચ્યા

ટંકારા : ટંકારા તાલુકાના મીતાણા-ગણેશપર વીરવાવ રોડ પર આવેલી અમૃત સ્કૂલમાં ચોરીના બનાવને અંજામ આપનાર ચાર આરોપીઓને ટંકારા-લતીપર ચોકડીએથી મોરબી એલ.સી.બી. અને ટંકારા પોલીસે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસ સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર ગત 14/03/21ની રાત્રીએ આઠેક વાગ્યાની આસપાસ મીતાણા-ગણેશપર વીરવાવ રોડ પર આવેલી અમૃત સ્કૂલના તાળા તોડી 5500 રૂપિયાની રોકડ તથા માઈક્રોફોનની કોઈ અજાણ્યા શખ્સો ચોરી કરી ગયા હોવાની ફરિયાદ નોંધાઇ હતી. પોલીસને ખાનગી રાહે બાતમી મળી હતી કે ટંકારા-લતીપર ચોકડી પાસે ચોરી કરવાના ઇરાદે અમુક શખ્સો રેકી કરી રહ્યા છે.

- text

બાતમી વાળા સ્થળેથી પોલીસે ચાર શખ્સોને ઝડપી પાડી તેની પૂછપરછ કરતા અમૃત સ્કૂલમાં ચોરી કર્યાનું ચારેય શખ્સોએ કબૂલ કર્યું હતું. ઝડપાયેલા આરોપીઓ વિજય મખનાભાઈ બારીયા ઉં.27, રામસિંગ નરસુભાઈ માલીવાડ, ઉં.27, રતન તેજાભાઈ વાંખળા ઉં.વ.26 ( રહે. ત્રણેય તા. ધાનપુર, જિલ્લો દાહોદ) તથા રાહુલ લક્ષ્મણભાઈ ડામોર ઉં.વ. 22 (રહે. જિલ્લો અલીરાજપુર, મધ્યપ્રદેશ) પાસેથી ચોરીમાં ગયેલ રૂપિયા 5500 તથા માઇક્રોફોન અને અન્ય ચોરીમાં ઉપયોગમાં લેવાનાર લોખંડનો ગણેશીયો તથા 4 મોબાઈલ ઝપ્ત કર્યા હતા.

- text