માળીયા તાલુકા પંચાયતમાં પદભાર ગ્રહણ કરતા ભાજપના હોદ્દેદાર

- text


પ્રમુખ પદે રમેશભાઈ રાઠોડ અને ઉપપ્રમુખ પદે સવજીભાઈ કારોરિયાએ ચાર્જ સાંભળ્યો

માળીયા : માળીયા મિયાણા તાલુકા પંચાયતના પ્રમુખ પદે આજે રમેશભાઈ રાઠોડ અને ઉપ પ્રમુખ પદે સવજીભાઈ કારોરીયાએ વિધિવત પદભાર ગ્રહણ કર્યો હતો.

- text

માળીયા મિયાણા તાલુકા પંચાયતની ચૂંટણીમાં કુલ 16 બેઠકોમાંથી 10 બેઠક ભાજપને અને 6 બેઠક કોંગ્રેસને મળી હોય આજે બહુમતી સાથે પ્રમુખ અને ઉપ પ્રમુખની વિજેતા જાહેર થયા હતા જેમાં મોટા દહીંસરા-1 બેઠકના રમેશભાઈ રાઠોડે પ્રમુખ તેમજ વેજલપર બેઠક ઉપરથી વિજેતા બનેલા સવજીભાઈ કારોરીયા ઉપપ્રમુખ તરીકે બહુમતી સાથે ચૂંટાઈ આવતા બન્ને હોદ્દેદારોએ વિધિવત રીતે પદભાર સંભાળ્યો હતો.

- text