હળવદ તાલુકા પંચાયતના પ્રમુખ – ઉપપ્રમુખે ચાર્જ સંભાળ્યો

- text


કારોબારી સમિતિમાં છેલ્લી ઘડીએ નામ કપાતા ઠાકોર સમાજ નારાજ

હળવદ : હળવદ તાલુકા પંચાયતમાં આજે ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ અને ઉપપ્રમુખ બિનહરીફ વિજેતા જાહેર થતા બન્ને હોદ્દેદારોએ વિધિવત ચાર્જ સાંભળ્યો હતો. જો કે, તાલુકા પંચાયતની કારોબારી સમિતિમાં છેલ્લી ઘડીએ ઠાકોર સમાજના સભ્યનું નામ કપાઈ જતા ઠાકોર સમાજ નારાજ થયો હોવાનું સામે આવ્યું છે.

હળવદ તાલુકા પંચાયતમાં આજે પ્રાંત અધિકારીના અધ્યક્ષ સ્થાને યોજાયેલ પ્રથમ સામાન્ય સભામાં પ્રમુખ તરીકે બકુબેન નાનુભાઈ પઢીયાર અને ઉપપ્રમુખ તરીકે નિલેશભાઈ ધનજીભાઈ ગામી બિનહરીફ ચૂંટાઈ આવ્યા હતા અને બન્ને હોદ્દેદારોએ વિજય મુહૂર્તમાં ચાર્જ સાંભળી લીધો હતો.

- text

દરમિયાન હળવદ તાલુકા પંચાયતની કુલ ૧૬ બેઠકોમાથી ૮ બેઠકો ઉપર ઠાકોર સમાજના ચુટાયેલા સભ્યો હોવા છતાં કારોબારી સમિતિમાં નક્કી થયેલ રમેશભાઈ ઝીંઝવાડિયાનું નામ છેલ્લી ઘડીએ ફેરવી દંડક તરીકે રાખવામાં આવતા ઠાકોર સમાજમાં નારાજગી જોવા મળી રહી હોવાનું જાણવા મળે છે.

- text