ટંકારામાં સ્ત્રી સશક્તિકરણ : તાલુકા પંચાયતમાં ભાજપે મહિલા પ્રમુખ, ઉપપ્રમુખને સુકાન સોંપ્યું

- text


પ્રમુખ પદે પુષ્પાબેન કામરીયા, ઉપપ્રમુખ નિમુબેન ડાંગર : કોંગ્રેસ પરાસ્ત

ટંકારા : ટંકારા તાલુકા પંચાયતમાં ભારતીય જનતા પાર્ટીએ કોંગ્રેસ પાસેથી સતા આંચકી લીધા બાદ આજે પ્રમુખ અને ઉપ પ્રમુખની ચૂંટણીમાં બન્ને હોદા ઉપર મહિલાને આદરભેર બિરાજીત કરી સ્ત્રી સશક્તિકરણનું ઉદાહરણ પૂરું પાડ્યું છે. સમાપક્ષે બહુમતી ન હોવા છતાં પ્રમુખ પદ મેળવવા ફોર્મ ભરનાર કોંગ્રેસનું સુરસૂરિયું થયું હતું અને આજની પ્રથમ બેઠકમાં અપક્ષ ઉમેદવારનો મત પણ ભાજપને મળ્યો હતો.

આજે જીલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી બી. એલ.સોલંકી અને તાલુકા વિકાસ અધિકારી નાગાજણ તરખાલાની અધ્યક્ષતામાં ટંકારા તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખ માટે કચેરીના મિટીંગ હોલ ખાતે મતદાન યોજવામાં આવ્યુ હતું. જેમા પહેલેથી સ્પષ્ટ બહુમતી સાથે વિજેતા ભારતીય જનતા પાર્ટીએ સાવડી બેઠકના બીન હરીફ ઉમેદવાર પુષ્પાબેન પ્રભુભાઈ કામરિયાને પ્રમુખ તરીકે વરણી કરી મેન્ડેટ આપ્યું હતું. જ્યારે ધુનડા બેઠકના નિમુબેન ડાયાલાલ ડાંગરને ઉપપ્રમુખ તરીકે ઉમેદવાર જાહેર કર્યા હતા આ તકે ચૂંટણી યોજતા ભાજપ ને પક્ષના 9 મત અને એક અપક્ષના મત સાથે ભાજપને કુલ 10 મત મળ્યા હતા જ્યારે કોંગ્રેસ સતાનુ સુકાન સિધ્ધિ રીતે આપવાની બદલે ચુંટણી કરાવવી મતદાન કરાવતા માત્ર 6 મત મળ્યા હતા. આ સાથે જ અન્ય સદસ્ય સંપર્ક મા હોવાની વાતનુ સુરસુરીયુ થઈ જતા ભાજપ પક્ષના પુષ્પાબેન 19 મા પ્રમુખ અને નિમુબેન ઉપપ્રમુખ વિજય જાહેર થયા હતા.

- text

લતીપર રોડ પર તાલુકા પંચાયત કચેરી ખાતે મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો અને આગેવાનો જુસ્સા સાથે હાજર રહી નારેબાજી કરી હતી. અને વિધિવત રીતે પ્રમુખ અને ઉપપ્રમુખનો ચાર્જ બન્ને મહિલા હોદ્દેદારોએ સંભાળ્યો હતો.

- text