આઝાદી બાદ વાંકાનેર તાલુકા પંચાયતમાં પ્રથમ વખત ભાજપનું રાજ

- text


કોંગ્રેસના 10 વિરુદ્ધ ભાજપના 13 સભ્યોની બહુમતી સાથે વર્ષાબા ઝાલા પ્રમુખ તરીકે ચૂંટાઈ આવ્યા : કોંગ્રેસના એક સભ્ય ગેરહાજર 

વાંકાનેર : આઝાદી બાદ આજે પ્રથમ વખત વાંકાનેર તાલુકા પંચાયતની પ્રમુખની ખુરશી ઉપર ભાજપના પ્રમુખ – ઉપ પ્રમુખ સહિતના હોદેદારો સત્તારૂઢ થયા છે આજે યોજાયેલ ચૂંટણી પ્રક્રિયામાં કોંગ્રેસના 10 વિરુદ્ધ ભાજપના 13 સભ્યોની બહુમતીથી પ્રમુખ,ઉપ પ્રમુખ સહિતના હોદેદારો ચૂંટાઈ આવ્યા હતા.

વાંકાનેર તાલુકા પંચાયતની ચૂંટણીમાં કુલ 16 બેઠકો પૈકી ભાજપને 13 અને કોંગ્રેસને 11 બેઠકો મળી છે જેમાં આજે પ્રમુખ અને ઉપ પ્રમુખ પદ માટે ચૂંટણી યોજાતા ભાજપ તરફે આજે પ્રમુખપદે વર્ષાબા ધર્મેન્દ્રસિંહ ઝાલા અને ઉપપ્રમુખપદે ભૂમિકાબેન વિંજવાડીયા ચૂંટાઈ આવ્યા હતા.

- text

ઉલ્લેખનીય છે કે ગઈકાલે કોંગ્રેસ દ્વારા પણ પ્રમુખ પદ માટે ખાતુબેન શેરસીયા અને ઉપપ્રમુખ તરીકે વાલજીભાઇ ચૌહાણનું ઉમેદવારીપત્ર ભરવામાં આવ્યું હતું અને આજે ચૂંટણી સમયે કોંગ્રેસના અરણીટીંબા બેઠકના સદસ્ય સુરેશભાઈ ગેરહાજર રહેતા કોંગ્રેસના 10 વિરુદ્ધ 13 મતે ભાજપના પ્રમુખ અને ઉપપ્રમુખ વિજેતા બન્યા હતા અને સતાવાર રીતે પદભાર ગ્રહણ કર્યો હતો.

- text