માળિયાના દહીસરા ગામે 46 બોટલ.દારૂ સાથે એક ઝડપાયો

- text


માળીયા : મોરબી એલસીબીએ બાતમીના આધારે માળીયાના દહીસરા ગામેં દરોડો પાડી બાવળની ઝાડીમાં છુપાવેલ 46 બોટલ ઈંગ્લીશ દારૂ સાથે એક આરોપીને ઝડપી.લીધો હતો. જ્યારે આ દારૂની બોટલો સપ્લાય કરનાર બુટલેગરનું નામ ખુલતા પોલીસે તેની સામે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.

આ બનાવની માળીયા મીંયાણા પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત વિગતો અનુસાર મોરબી એલ.સી.બી.(લોકલ ક્રાઇમ બ્રાન્ચ) ના સ્ટાફે ગઈકાલે બાતમીના આધારે માળીયા મીંયાણા તાલુકાના વીરપરડાથી નાના દહીસરા ગામ જવાના રસ્તે દહીસરા ગામની સીમ બાવળની ઝાડીમાં છુપાવેલ વિદેશી દારૂ મેકડોવેલ્સ-01 સુપરીયર વ્હીસ્કીની બોટલો નંગ-46 કિ.રૂ. ૧૯,૩૨૦ ના મુદામાલ સાથે આરોપી ઇરફાન અલીભાઇ સુમરા (ઉ.વ.25, રહે. નાના દહીસરા, તા. માળીયા મીંયાણા) ને ઝડપી લીધો હતો. આ આરોપીએ દારૂની બોટલો બીજા આરોપી અજયસિંહ ભાવુભા જાડેજા પાસેથી વેચાણ અર્થે મેળવી હોવાનું ખુલતા પોલીસે આ આરોપી સામે પણ ગુન્હો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- text

- text