વાંકાનેરમાં વર્લી મટકાના આંકડા લખતા બે ઝડપાયા

- text


વાંકાનેર : વાંકાનેર પોલીસે વર્લી -મટકાના આંકડા લખી જુગાર રમાડતા બે શખ્સોને ઝડપી લઇ જુગારધારાની કલમો મુજબ ગુન્હો નોંધ્યો છે.

- text

જાણવા મળતી વિગતો મુજબ વાંકાનેરના કુંભારપરા પાછળ ઇંટોના ભઠઠા પાસેથી પોલીસે આરોપીના ઇબ્રાહિમભાઇ હારૂનભાઇ સંઘવાણી (ઉ.વ.-66, રહે. વાંકાનેર, આરોગ્યનગર, નવા બસ સ્ટેન્ડ પાસે) ને વર્લી ફીચરના સાહિત્ત્ય તથા રોકડ રૂ. 730 સાથે ઝડપી લીધો હતો. જયારે શહેરમાં રમણીકભાઇની વાડી પાસેથી ગોવીંદભાઇ ગંગારામભાઇ મદ્રાસણીયા (રહે. રાતીદેવળી, તા. વાંકાનેર) ને રોકડ રૂ. 380 ના મુદ્દામાલ સાથે ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- text