મોરબીમાં ગોલ્ડન વેડિંગ જવેલરી એક્ઝિબિશનનો શાનદાર પ્રારંભ, મુલાકાતીઓમાં ભારે ઉત્સાહ

- text


પોલકી ડાયમંડના નાના સેટનું એક્સક્લુઝીવ કલેકશન અને ડેઇલી વિઅર માટે રોઝ ગોલ્ડનું કલેકશન સૌના મન મોહી લેશે

ઇડન હિલ્સ ખાતે તા.12થી 14 માર્ચ ત્રણ દિવસનું ભવ્ય એક્ઝિબિશન

મોરબી (પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીવાસીઓની લાગણીને ધ્યાને રાખી વિશ્વપ્રસિદ્ધ ગોલ્ડન જવેલર્સ દ્વારા મોરબીમાં ફરી એક વખત ગોલ્ડન વેડિંગ જવેલરી એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું છે.જેનો આજે શાનદાર પ્રારંભ થયો છે. મોરબીવાસીઓને અત્યાર સુધી ન જોય હોય તેવી મનમોહક જવેલરી ખરીદવાનો અવસર મળ્યો હોય આ ત્રી દિવસિય એક્ઝિબિશનને લઈને મુલાકાતીઓમાં ભારે ઉત્સાહ વર્તાઈ રહ્યો છે.

મોરબીના આંગણે ઇડન હિલ્સ ખાતે આજથી 14 માર્ચ ત્રણ દિવસ ગોલ્ડન જવેલરીનું ભવ્ય એક્ઝિબિશન યોજાનાર છે. હાલ સુધી આનંદ શાહની 10થી 12 તોલાની હેવી જવેલરી આવતી હતી. પણ હવે આ ડિઝાઈનરની માત્ર 6થી 7 તોલાની લાઈટ વેઇટ જવેલરી માર્કેટમાં તદ્દન નવી આવી છે.જેમાં સેટ, પેન્ડલ સેટ, કડા, રિંગ, વોચ અને પાટલાની વિશાળ રેન્જ અહીં ઉપલબ્ધ હશે. આ સાથે ટ્રેડિશનલ એટલે કે રજવાડી જવેલરી પણ એક્ઝિબિશનમાં આકર્ષણનું કેન્દ્ર બની છે.

સાથોસાથ અહીં ડેઇલી વેર માટે રોઝ ગોલ્ડનું કલેકશન જેમાં ચેઇન, પેન્ડલ, બુટી, કડા, રિંગ તેમજ ડેલીકેટ ઇટાલિયન સેટ સહિતની અનેક વેરાયટી છે. અહીં એક્સક્લુઝીવ કલેકશનમાં પોલકી ડાયમંડના નાના સેટ છે. જે આ એક્ઝિબિશન સિવાય બીજે ક્યાંય જોવા નહીં મળે. આ એક્ઝિબિશનની ખાસ વાત એ છે કે અહીંથી ખરીદેલા તમામ આભૂષણો ઉપર લાઈફ ટાઈમ ફ્રિ સર્વિસ પણ મળે છે.

- text

ઉલ્લેખનીય છે કે સુરતના ગોલ્ડન જવેલ્સ દ્વારા રાજકોટ, વડોદરા, ગાંધીધામ, ભાવનગર ઉપરાંત બેંગ્લોર, પુણે, દિલ્હી, હૈદરાબાદ, મુંબઇ સહિતના અનેકવિધ શહેરોમાં સમયાંતરે એક્ઝિબિશનના સફળ આયોજનો કરવામાં આવે છે. અત્યારે તેઓએ એક્ઝિબિશનનો લાભ મોરબીવાસીઓને આપ્યો છે. જેનો સમય સવારે 10:30થી રાત્રે 10 વાગ્યા સુધીનો રહેવાનો છે. આ એક્ઝિબિશન આજથી શરૂ થઇ ગયું છે. તો એક વખત અવશ્યપણે મુલાકાત લ્યો. ઉલ્લેખનીય છે કે આ એક્ઝિબિશનમાં ઉપલબ્ધ જવેલરીની વેરાયટી લોકો ઘરે બેઠા જોઈ શકે તે માટે ‘મોરબી અપડેટ’ દ્વારા સાંજે લાઈવ પણ કરવામાં આવનાર છે. એક્ઝિબિશનની વધુ માહિતી માટે મો.નં. 98256 75999 ઉપર સંપર્ક કરો.

- text