મોરબીમાં પોલીસની ઓળખ આપી ઠગાઈ કરનાર ગઠિયો ખેડાના નેનપુરથી ઝડપાયો

- text


એલસીબીની સફળ કામગીરી : ગઠિયાએ અગાઉ ઓનલાઇન છેતરપિંડી કરી રાજકોટ-હિંમતનગરમાં પણ કળા કર્યાનું ખુલ્યું

મોરબી : મોરબીના યુવાન સાથે ઓટીપી મેળવી લઈ ઓનલાઇન છેતરપિંડી આચરવાના ગુન્હામાં એલસીબી ટીમે ગણતરીની કલાકોમાં જ ગુન્હાનો ભેદ ઉકેલી નાખી ખેડા જિલ્લાના મહમદાવાદના નેનપુરમાંથી પ્રિતેશ પ્રજાપતિ નામના ભેજાબાજ ગઠિયાને ઝડપી લીધો છે. આ ગઠિયાએ અગાઉ રાજકોટ અને હિંમતનગરમાં પણ આજ રીતે છેતરપિંડી આચરી હોવાનું પોલીસની પ્રાથમિક પૂછપરછમાં બહાર આવ્યું છે.

મોરબી શીવશકિત પાર્ક શીવરંજન એપાર્ટમેનટ ખાતે રહંતા દિપકભાઈ પ્રભુભાઈ પટેલ સાથે ઓટીપી મેળવી લઈ છેતરપિંડી આચરવા અંગે સાયબર ક્રાઈમનો બનાવ બનતા મોરબી સીટ એ ડિવીઝન પોલીસ મથકમાં આઇ.ટી. એકટ સહિતની કલમ મુજબ ગુન્હો નોંધાયો હતો અને આ કેસમાં મોરબી ટેકનીકલ ટીમના પીએસઆઇ એ.ડી.જાડેજા તથા ટીમના માણસોએ જરૂરી ટેકનીકલી માહિતી મેળવી ટીમ બનાવી ખેડા જીલ્લાના મહેમદાવાદ ખાતે માહિતી મોકલતા ઉપરોકત ગુન્હાને અંજામ આપનાર આરોપી પ્રિતેશ મહેશભાઇ પ્રજાપતિ (ઉ.વ. 23, રહે. અજીત પાર્ક, નેનપુર, તા. મહેમદાવાદ, જી.ખેડા) ને ઝડપી લેવામાં સફળતા મળેલ છે.

- text

આરોપી આરોપી પ્રિતેશ મહેશભાઇ પ્રજાપતિ પોતે અમદાવાદ શહેર ખાતે પોલીસમાં નોકરી કરતો હોવાનું વેપારીઓને ફોનથી જણાવતો અને તેઓના મોબાઇલમાં આવેલ ઓટીપી. નંબર મેળવી લઇ જી-મેઈલ આઈડી તેમજ ફેસબુક એકાઉન્ટ હેક કરી પાસવર્ડ ચેન્જ કરી તેઓના કોન્ટેક ફ્રેન્ડસ પાસેથી મેસેન્જર તથા વોટસઅપ દ્વારા પૈસાની માંગણી કરી તેના પોતાના એકાઉન્ટમાં જમા કરાવડાવી નાંણા પડાવવાનું કારસ્તાન કરતો હોવાની કબૂલાત આપેલ છે. ભેજાબાજ આરોપી પ્રિતેશ પ્રજાપતિએ અગાઉ રાજકોટ શહેર તથા હીમતનગર ખાતે આ પ્રકારના ગુન્હા આચર્યા હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.

પોલીસની આ સફળ કામગીરી ઇન્ચાર્જ એલસીબી પીઆઇ એન.બી.ડાભી, ટેકનીકલ સેલ પીએસઆઇ એ.ડી.જાડેજા, એએસઆઇ રજનીકાંત કૈલા, સંજય કુમાર પટેલ,રસિકભાઈ ચાવડા, હેડ કોન્સ્ટેબલ ચંદુભાઈ કાણોતરા, પોલીસ કોન્સ્ટેબલ અશોકસિંહ ચુડાસમા, રણવીરસિંહ જાડેજા વગેરેએ કરી હતી.

- text