વાંકાનેરના વિદ્યાર્થીઓ ગાંધીજીના રાહે! દાંડીકૂચ કરી

- text


કે. કે. શાહ વિદ્યાલયનાં વિદ્યાર્થીઓએ મહાપુરુષોની વેશભૂષા સાથે યોજી દાંડીકૂચ

(કેતન ભટ્ટી) વાંકાનેર : અંગ્રેજ શાસન દરમ્યાન મીઠા પર લાદવામાં આવેલ કર વિરુદ્ધ તા. 12 માર્ચ 1930 નાં રોજ મહાત્મા ગાંધી દ્વારા અહિંસક સવિનય કાનૂન ભંગની ચળવળ શરૂ કરાઈ હતી, અને સાબરમતી આશ્રમથી દાંડી યાત્રા શરૂ કરી નવસારી પાસે દરિયા કિનારે આવેલા દાંડી ગામ ખાતે પૂર્ણ કરાઈ હતી આજના આ યાદગાર દિવસે વાંકાનેરના વિદ્યાર્થીઓએ પણ પ્રતિકરૂપ દાંડીકૂચ કરી હતી.

વાંકાનેર ની કે. કે. શાહ શાળાનાં વિદ્યાર્થીઓ દ્વારા આજરોજ દાંડી કૂચ યોજાઈ હતી, મહાત્મા ગાંધી, સરદાર વલ્લભભાઈ પટેલ, મહાદેવભાઈ દેસાઈ સહિતનાં મહાપુરુષોની વેશ ભૂષા સાથે વિદ્યાર્થીઓએ દાંડી કૂચ યોજી હતી, પ્લાસ્ટિક હટાવો ધરતી બચાવોનાં સુત્રોચ્ચાર સાથે મુખ્ય માર્ગો પરથી પ્લાસ્ટિક એકત્રિત કરી યોગ્ય સ્થળે નિકાલ કર્યો હતો.

સ્વદેશી વાપરો દેશ બચાવોનાં પણ સૂત્રોચ્ચાર કર્યા હતા, અને પોતાના રહેણાંક આજુબાજુ સ્વચ્છતા જાળવશે અને ખાદી અપનાવશેનો સંકલ્પ કર્યો હતો, આ ઉપરાંત ફાસ્ટફૂડનો ત્યાગ, વૃક્ષારોપણ કરવું, પશુપક્ષીઓ પ્રત્યે અનુકંપા રાખવી વગેરે સંકલ્પો કર્યા હતા, આયોજન સફળ કરવા શાળાનાં સંનિષ્ઠ શિક્ષક ભૂપતભાઈ છૈયા અને વિદ્યાર્થીઓએ જહેમત ઉઠાવી હતી.

- text

- text