માળીયા જામનગર હાઇવે ઉપર યુવાન ટ્રેઇલર નીચે કચડાયો

- text


રોડ ક્રોસ કરતા યુવાનનો ટ્રેઇલરે ભોગ લીધો

માળીયા : માળીયા જામનગર હાઇવે ઉપર રોડ ક્રોસ કરતો યુવાન ટ્રેઇલર નીચે કચડાઈ જતા તેનું ઘટનાસ્થળે કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે મૃતકના મોટાભાઈએ ટ્રેઇલર ચાલક સામે માળીયા પોલીસ દફતરે ફરિયાદ નોંધાવી હતી

- text

આ બનાવની માળીયા (મી) પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત વિગતો અનુસાર માળીયામાં રહેતા સલીમભાઇ કરીમભાઇ મોવર (ઉ.વ.૩૦) નામનો યુવાન ગત તા.૮ ના રોજ રાત્રીના સાડા સાતેક વાગ્યે માળીયા જામનગર હાઇવે મામલતદાર કચેરી રેલ્વે ફાટક પાસે રોડ ઉપર રોડ ક્રોસ કરી રહ્યો હતો. ત્યારે ટ્રક ટ્રેઇલર નંબર-RJ-27-GC-1082 ના ચાલકે પોતાના ટ્રક ટ્રેઇલરને બેફીકરાયથી બેદરકારીથી ચલાવી રોડ ક્રોસ કરતા યુવાનને હડફેટે લેતા ટ્રેઇલર હેઠળ કચડાઈ જવાથી યુવાનનું મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે મૃતકના મોટાભાઈ સદિકભાઇ કરીમભાઇ મોવરે ટ્રક ટ્રેઇલર ચાલક સામે ફરિયાદ નોંધાવતા માળીયા પોલીસે આરોપીને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.

- text