મોરબીનો યુવાન પ્રેમિકાને મળવા દિલ્હી પહોંચી ગયો! પરત ફરતા પોલીસ અને પરિવારે લીધો રાહતનો શ્વાસ

- text


યુવાન ઘરેથી જાણ કર્યા વગર ચાલ્યો જતા પરિવારે નોંધાવી હતી ગુમસુદા નોંધ

મોરબી: પ્રેમ આંધળો હોય છે તેવી ઉક્તિને સાર્થક કરતા અસંખ્ય બનાવો છાસવારે અખબારોમાં સ્થાન મેળવતા હોય છે. પ્રેમમાં પડેલા યુવા-યુવતીઓ પરિવાર કે સમાજની ચિંતા છોડી અવિચારી પગલાંઓ પણ ભરતા હોય છે ત્યારે મોરબીમાં આવા જ એક યુવાને પ્રેમાંધ થઈ પ્રિયતમાને મળવા પરિવારને જાણ કર્યા વગર ઘરેથી નીકળી જતા પરિવારે યુવકના ગુમ થવાની ફરિયાદ નોંધાવી હતી. ગુમ થયેલો યુવક પ્રેમિકાને મળીને પરત આવી જતા પરિવાર અને પોલીસે રાહતનો શ્વાસ લીધો છે.

- text

બનાવની પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના સામાકાંઠે મહેન્દ્રનગર ગામની પ્રકૃતિ સોસાયટીમાં રહેતો 27 વર્ષીય હિંમતભાઈ બાલુભાઈ પાંચોટીયા નામનો યુવાન તેના ઘરેથી કોઈને કંઇ કહ્યા વગર ગત તારીખ 27 ફેબ્રુઆરીના રોજ રાત્રે તેની કાર લઈને ક્યાંક જતો રહ્યો હતો. લાંબી શોધખોળને અંતે તેના મોટાભાઇ રોહિત પાંચોટિયાએ બી ડિવિઝન પોલીસને આ બનાવ અંગે જાણ કરી હતી કે તેમનો ભાઇ હિંમત ઘરેથી કોઈને કંઇ કહ્યા વગર કાર લઈને નીકળી ગયેલ છે. આ બનાવ સંદર્ભે બી ડિવિઝન પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ ફિરોજભાઈ સુમરાએ તપાસ હાથ ધરી હતી.

તે દરમિયાન કરેલી તપાસમાં ખૂલ્યું હતું કે ગુમ થયેલ હિંમત બાલુભાઈ પાંચોટિયાને દિલ્હી સ્થિત યુવતી આયશાસાખાન સાથે પ્રેમસંબંધ હોય તે આયશાખાનને મળવા માટે દિલ્હી પહોંચ્યો હતો. પ્રેમિકાને મળીને યુવક પરત મોરબી આવી જતા પોલીસે તેનું નિવેદન નોંધી ફરિયાદ નિવારણ અંગેના કાગળો તૈયાર કર્યા છે.

- text