મોરબીની એમ.પી.શેઠ હાઈસ્કૂલનું મેદાન ઔષધીય વૃક્ષોથી હરિયાળું બનશે

- text


હાઈસ્કૂલના મેદાનમાં 1500 ઔષધીય વૃક્ષો ઉછેરવા સંકલ્પ 

ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ પાસે આર્થિક સહયોગ આપવા અનુરોધ

મોરબી : મોરબીની એમ.પી.શેઠ હાઈસ્કૂલ દ્વારા શાળા સંકુલમાં ઔષધીય વન સાકાર કરવાની દિશામાં યોજના બનાવાઈ છે. જેમાં વિવિધ 100 પ્રકારના 1500 ઔષધીય વૃક્ષ ઉછેરવાના ખર્ચને પહોંચી વળવા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ પાસે આર્થિક સહયોગ આપવા અનુરોધ કરાયો છે.

મોરબીની એમ. પી. શેઠ ગર્લ્સ હાઈસ્કુલ દ્વારા શાળાના પ્રાંગણમાં જાપાનની ટેકનોલોજી ‘મિયા વાકી’નો ઉપયોગ કરી અંદાજે 1500 ઔષધીય ઝાડનું વાવેતર કરવામાં આવશે. અને તેનું જતન કરી ઉછેર કરવામાં આવશે. તેમા અંદાજે 100થી વધારે વિવિધ જાતના રોપાનું વાવેતર કરવામાં આવશે.

- text

આ પ્રોજેક્ટનો અંદાજે કુલ ખર્ચ 5 લાખ રૂ. થશે. જેમાં રૂ. 25 હજાર ગુજરાત સરકારની સહાય પ્રાપ્ત થશે. તેમજ બાકીના રૂ. 4.75 લાખ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ પાસેથી એકત્ર કરવામાં આવશે. જે લોકો સહયોગ કરવા ઇચ્છે છે તે પ્રીન્સીપાલ ઉષાબેન જાદવનો કોન્ટેક્ટ મો.નં. 79840 38547 અથવા 94282 25993 પર કરી શકશે.

- text