હળવદમાં બહેન-બનેવીના ઝઘડામાં વચ્ચે પડતા સાળાને બનેવીએ લમધાર્યો

- text


બહેન-બનેવીના ઝઘડામાં વચ્ચે પડતા માર ખાવો પડયો

26 દિવસ પહેલા બનેલા બનાવમાં ભોગ બનનારની પત્નીએ નોંધાવી પોલીસ ફરિયાદ

હળવદ: હળવદના ચંદ્રગઢ ગામે પતિ-પત્ની વચ્ચે થયેલા ઘરકંકાસમાં મહિલાનો ભાઈ સમાધાન કરાવવા જતાં બનેવીએ સાળાને લોખંડનો પાટો મોઢાના તથા પગના ભાગે માર્યો હતો અને નાકમાં ફ્રેકચર કરી નાખ્યું હતું. આ દરમ્યાન આરીપીએ તેની પત્નીને પણ માર માર્યો હતો. ત્યારબાદ પત્નિ અને તેના ભાઈને મારી નાખવાની ધમકી આપી આરોપી નાસી ગયો હતો.ગત તારીખ 8 ફેબ્રુઆરીએ બનેલા બનાવની ભોગ બનેલા યુવાનની પત્નીએ હળવદ તાલુકા પોલીસ સ્ટેશને 5 માર્ચે ફરિયાદ નોંધાવી છે.ત્યારે પોલીસે આરોપીને ઝડપી પાડવાની કવાયત આદરી છે.

- text

પોલીસ મથકેથી બનવાની જાણવા મળતી વિગતો મુજબ મૂળ છોટાઉદેપુરના નસવાડી તાલુકાનાં રહેવાસી અને હાલમાં હળવદના ચંદ્રગઢ ગામે ઇશ્વરભાઇ દલવાડીની વાડીએ રહેતા 22 વર્ષીય જશીબેન અશોકભાઇ ડુભીલે હળવદ તાલુકા પોલીસે સ્ટેશનમાં કમલેશભાઇ રામજીભાઇ ભીલ રહે. હાલ. હીરાભાઇ માવજીભાઇ દલવાડીની વાડી વાળાની સામે તેના પતિને માર માર્યો હોવાની ફરિયાદ નોંધાવી છે. જેમાં જણાવ્યા મુજબ ચંદ્રગઢ ગામની સીમમાં હીરાભાઇ માવજીભાઇ દલવાડીની વાડીએ આરોપીએ ફરીયાદીના પતિને બોલાવ્યો હતો અને ત્યાં પોતે પોતાની પત્નિ સાથે ઝઘડો કરતા હતો. જેથી ભોગ બનનાર અશોકભાઈ આરોપીનો સાળો થતો હોય અને પોતાની બહેનને તેનો ઘરવાળો કમલેશ ગાળો આપતો હોય ઝઘડો કરી રહેલા બેન-બનેવીને ઠપકો આપતા આરોપી કમલેશે લોખંડનો પાટો (ચોપડો) ફરીયાદીના પતિને મોઢાના ભાગે તથા પગના ભાગે મારી મોઢાના ભાગે, કપાળના ભાગે તથા નાકના ભાગે ફેક્યર જેવી ઇજા કરી હતી. આ દરમ્યાન ફરિયાદીના નણંદ કપિલાબેનને તથા ભોગબનનારને ગાળો આપી મારી નાખવાની ધમકી આપી હતી અને ત્યાંથી નાસી છૂટ્યો હતો. પોલીસે આ બનાવમાં આઈપીસી કલમ કલમ. 325, 324, 323, 504, 506 (2) તથા જી.પી એકટ 135 મુજબ ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ આદરી છે. બનાવની તપાસ હળવદ પો.સ્ટે.ના પોલીસ હેડ કોન્સ્ટેબલ કે. જી. પારધી ચલાવી રહ્યા છે.

- text