મોરબી જિલ્લાની 5 તાલુકા પંચાયતોના બપોરે 1 વાગ્યા સુધીના કુલ મતદાનના આંકડા

- text


મોરબી : મોરબી જિલ્લાની 5 તાલુકા પંચાયતો મોરબી, ટંકારા, માળીયા, હળવદ અને વાંકાનેરમાં સવારે 7થી બપોરે 1 વાગ્યા સુધીમાં સરેરાશ 41.40 ટકા મતદાન નોંધાયું છે. તમામ તાલુકા પંચાયતની 101 બેઠકમાં 2,79,275 પુરુષ અને 2,58,231 મહિલા મળી કુલ 5,37,506 મતદારો નોંધાયા છે. જેમાંથી 1,31,916 પુરુષ અને 90,606 મહિલા મળી કુલ 2,22,522 મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો છે.

મોરબી

મોરબી તાલુકા પંચાયતની 26 બેઠકો ઉપર કુલ 1,85,431 મતદારો છે. બપોરે 1 વાગ્યા સુધીમાં 43182 પુરુષ અને 28,874 મહિલા મળી કુલ 72,056 મતદારોએ મતાધિકારનો ઉપયોગ કર્યો છે. આમ અહીં 25.69 ટકા મતદાન નોંધાયું છે.

માળિયા

માળિયા તાલુકા પંચાયતની 16 બેઠકોમાં કુલ 50,525 મતદારો છે. બપોરે 1 વાગ્યા સુધીમાં 11,998 પુરુષ અને 7874 મહિલાઓ મળી કુલ 19,872 મતદારોએ મતાધિકારીનો ઉપયોગ કર્યો હતો. આમ અહીં 39.33 ટકા મતદાન નોંધાયું છે.

- text

ટંકારા

ટંકારા તાલુકા પંચાયતની 15 બેઠકો ઉપર કુલ 63,997 મતદારો છે. બપોરે 1 વાગ્યા સુધીમાં 16,000 પુરુષ અને 11,560 મહિલાઓ મળી કુલ 27,560 મતદારોએ મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.આમ અહીં 43.06 ટકા મતદાન નોંધાયું છે.

વાંકાનેર

વાંકાનેર તાલુકા પંચાયતની 24 બેઠકો ઉપર 1,34,529 મતદારો છે. બપોરે 1 વાગ્યા સુધીમાં 34,879 પુરુષ, 26,595 મહિલાઓ મળી કુલ 61,474 મતદારોએ મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. આમ અહીં 45.70 ટકા મતદાન નોંધાયું છે.

હળવદ

હળવદ તાલુકા પંચાયતની 20 બેઠકોમાં કુલ 1,03,024 મતદારો છે. બપોરે 1 વાગ્યા સુધીમાં 25,857 પુરુષ અને 15,703 મહિલાઓ મળી 41,560 મતદારોએ મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.આમ અહીં 40.34 ટકા મતદાન નોંધાયું છે.

- text