મોરબી જિલ્લામાં વધુ ત્રણ ઈવીએમ બગડ્યા

- text


જિલ્લા પંચાયતની રાતીદેવડી, ખાખરેચી અને હળવદ તાલુકા પંચાયતની નવી દેવળીયા બેઠકમાં ટેક્નિકલ ખામી સર્જાઈ

મોરબી : મોરબી જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પ્રક્રિયામાં સવારે જુદા-જુદા અગિયાર સ્થળોએ ટેક્નિકલ ખામીને કારણ ઈવીએમ મશીનના બીયુ, સીયુ બદલવા પડ્યા બાદ બપોરે વધુ ત્રણ ઈવીએમ ટેક્નિકલ કારણોસર ખોટકાતા ચૂંટણી સ્ટાફને દોડધામ થી પડી હતી.

- text

ચૂંટણીતંત્રના જણાવ્યા મુજબ બપોરના સમયે વાંકાનેર તાલુકાની જિલ્લા પંચાયતની રાતીદેવડી બેઠકમાં કોઠારીયા મતદાન મથકના બી.યુ.યુનિટમાં લીકેજ એરર આવતા બેલેટ યુનિટ બદલવું પડ્યું હતું તો ખારચીયા જિલ્લા પંચાયત બેઠકમાં પણ બેલેટ યુનિટમાં ખામી સર્જાતા બી,યુ,યુનિટ બદલવું પડ્યું હતું.

આ ઉપરાંત હળવદ તાલુકા પંચાયતની નવા દેવળીયા બેઠક ઉપર નવા દેવળીયા બુથ નંબર -2ના ઇવીએમની બેટરી લો થી જતા ઈવીએમ બદલવું પડ્યું હતું અને ઈવીએમ બદલાવવાની કામગીરી પાછળ બપોરે 12.05થી 12.40 સુધી 35 મિનિટ સુધી મતદાન પ્રક્રિયા અટકી પડી હતી.

- text