માળીયાના પોલિયોગ્રસ્ત યુવાનનું ઉત્સાહભેર મતદાન

- text


માળીયા : માળીયા નગરપાલિકા અને તાલુકા પંચાયતની આજે સામાન્ય ચૂંટણી માટે સવારથી મતદાન શરૃ થયું હતું.પોલીસની જડબેસલાક સુરક્ષા વચ્ચતે તમામ મતદાન બુથો ઉપર શાંતિપૂર્ણ મતદાન થઈ રહ્યું છે અને મતદારોનો પ્રવાહ ધીમેધીમે મતદાન મથકો ઉપર ઉમટી રહ્યો છે.ત્યારે માળીયાના નાનાભેલા ગામે રહેતા પોલિયોગ્રસ્ત યુવાન દાવા રોહિતભાઈ ત્રિભોવનભાઈએ પણ આજે તેમના મયદાન બુથ ઉપર જઈને ઉત્સાહભેર મતદાન કર્યું હતું.

- text

તેમણે જણાવ્યું હતું કે, લોકશાહીમાં અતૂટ વિશ્વાસ હોવાથી તેઓ ક્યારેય મતદાન ચુકતા નથી અને આજે પણ તેઓએ ઉત્સાહભેર મતદાન કરીને લોકશાહીનું.પર્વ ઉજવ્યું છે.સાથેસાથે દરેક મતદારોને લોકશાહીને જીવંત રાખવા મતદાન અવશ્ય કરવું જોઈએ તેવો તેમણે મેસેજ આપ્યો છે.

 

 

- text