જાગૃત નાગરીક તરીકે મતદાન કરી મજબૂત લોકશાહીના નિર્માણમાં ભાગીદાર થઇએ : કલેક્ટર જે. બી. પટેલ

- text


સ્થાનીક સ્વરાજ્યની ચૂંટણીમાં મોટી સંખ્યામા મતદાન કરવાની અપીલ કરતા જિલ્લા કલેક્ટર

મોરબી : આગામી તારીખ ૨૮મી ફેબ્રુઆરી ના રોજ મોરબી જિલ્લામા મોરબી જિલ્લા પંચાયત, પાંચ તાલુકા પંચાયતો અને મોરબી, માળીયા, વાંકાનેર નગરપાલીકાઓની ચુંટણી માટે મતદાન થવા જઇ રહ્યુ છે ત્યારે મોરબી જિલ્લા કલેક્ટરશ્રી જે.બી. પટેલે જિલ્લા ના તમામ નાગરીકોને મતદાન કરવાની અપીલ કરતા જણાવ્યુ હતુ કે આ લોકશાહીના પર્વમાં આપણે સૌ એક જાગૃત નાગરીક તરીકે મતદાન કરી મજબુત લોકશાહીના નિર્માણમાં ભાગીદાર થઇએ.

- text

વધુમાં, યુવા મતદારોને ખાસ કરીને પ્રથમ વખત મતાધિકારનો ઉપયોગ કરનારા મતદારો બહોળી સંખ્યામાં મતદાન કરી સ્થાનીક સ્વરાજ્યની સંસ્થાના પાયા મજબુત કરવા કલેક્ટરશ્રી જે.બી. પટેલ દ્વારા અપીલ કરવામાં આવી હતી. મતદાનના આ મહા પર્વમાં કોવિડ-૧૯ ની માર્ગદર્શિકાને ધ્યાને લઇ સોશ્યલ ડીસ્ટન્સની સાથે માસ્ક પહેરી મતદાન અવશ્ય કરવા અને ઇલેકટ્રોનિક વોટીંગ મશીનમાં યોગ્ય ઉમેદવારને મત આપ્યા બાદ રજીસ્ટર બટન દબાવી મતની નોંધણી કરવા અપીલ પણ કરી હતી.

- text