નવલખી બંદરે યુવાનની હત્યા કરનાર ત્રણ શખ્સો ઝડપાયા

- text


નવલખી બંદરે ટ્રકમાં કોલસો ભરવા મુદે માથાકુટમાં યુવાનની હત્યા થઈ હતી : કોરોના ટેસ્ટ બાદ આરોપીઓની વિધિવત ધરપકડ કરવા તજવીજ

મોરબી : માળીયાના નવલખી બંદરે કોલસાની ગાડી ભરવા મુદ્દે થયેલા ઝઘડાનો કરુણ અંજામ આવ્યો હતો.જેમાં યુવાનને ત્રણ શખ્સોએ છરીના ઘા ઝીકી મોતને ઘાટ ઉતારી દીધો હતો.આ બનાવ અંગે મૃતકના ભાઈએ ત્રણ શખ્સો સામે હત્યાની ફરિયાદ નોંધાવતા પોલીસે આ ત્રણેય આરોપીઓને ઝડપી લીધા છે અને કોરોના ટેસ્ટ બાદ આ ત્રણેય આરોપીઓની વિધિવત ધરપકડ કરાશે..

માળીયા તાલુકાના નવલખી પોર્ટમાં વાસુકી કોલ નામની પેઢીમાં નોકરી કરતા અને મોટા દહીંસરા ગામે રહેતા દશરથસિંહ ભગવતસિંહ જાડેજા નામના યુવાન ઉપર સોમવારની રાત્રે છરીના વડે હુમલો કરાતા યુવકને ગંભીર હાલતમાં સીવીલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નિપજતા બનાવ હત્યામાં પલટાયો હતો.આ બનાવ અંગે મૃતકના ભાઇ કિરીટસિંહ જાડેજાએ આરોપીઓ સુર્યદીપસિંહ રણજીતસિંહ જાડેજા, મયૂરસિંહ રણજીતસિંહ જાડેજા અને મયુર સિંહ વેલુભા જાડેજા વિરુદ્ધ માળીયા પોલીસ મથકમાં ફરિયાદ.નોંધાવી હતી.

- text

મૃતક દશરથસિંહ ભગવતસિંહ જાડેજા નવલખી પોર્ટમાં તેમની કંપનીની ગાડી લોડ કરાવતા હતા તે દરમિયાન ફોન ઉપર મયૂરસિંહ રણજીતસિંહ જાડેજા અને મયુર સિંહ વેલુભા જાડેજા નામના શખ્સ સાથે ટ્રક લોડ કરવા મુદે ઉગ્ર બોલાચાલી થઈ હતી બોલાચાલી વધુ ઉગ્ર બની ગઇ હતી. જે બાદ મોડી રાત્રે મયુરસિંહ રણજીતસિંહના ભાઈ સુર્યદીપસિંહ નામના શખ્સે દશરથ પર છરી વડે જીવલેણ હુમલો કરી દેતા તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.પોલીસે આ બનાવની ફરિયાદ નોંધી આજે ત્રણેય આરોપીઓને ઝડપી લીધા હતા અને કોરોના ટેસ્ટ કરાવીને આરોપીઓની વિધિવત ધરપકડ કરવા તજવીજ હાથ ધરી છે.

- text