મોરબી પાલિકાના ચૂંટણી ફરજ ઉપરના કર્મચારીઓ માટે 22મીએ મતદાન

- text


ટાઉનહોલ ખાતે તાલીમ સાથે બેલેટ પેપરથી મતદાન થશે

તાલુકા- જિલ્લા પંચાયત માટે સોમવાર બાદ તાલીમ અને મતદાન

મોરબી : મોરબી નગરપાલિકાની 13 વોર્ડની ચૂંટણી ફરજમાં રોકાયેલા કર્મચારીઓ માટે આગામી તા.22ના રોજ મતદાન અને તાલીમ યોજાશે. એ જ રીતે જિલ્લા- તાલુકા પંચાયતના ચૂંટણી સ્ટાફ માટે સોમવાર બાદ તાલીમ-મતદાન યોજાશે.

- text

આગામી તા.28ના રોજ યોજાનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણી અંતર્ગત મોરબી પાલિકાની ચૂંટણી પ્રક્રિયામાં ફરજ બજાવનાર ચૂંટણી કર્મચારીઓ માટે આગામી તા.22ના રોજ ટાઉનહોલ ખાતે તાલીમ આપવામાં આવશે અને તાલીમ દરમિયાન જ ચૂંટણી ફરજ ઉપરનો સ્ટાફ બેલેટ પેપરથી મતદાન કરશે. દરમિયાન મોરબી જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણી માટે ફરજમાં રોકાયેલ સ્ટાફ માટે સોમવાર બાદ તાલીમ અને મતદાન યોજાનાર હોવાનું સંબંધિત ચૂંટણી અધિકારી દ્વારા સતાવાર રીતે જણાવાયું છે.

- text