મોરબી જેતપર રોડ ઉપર ટ્રક હડફેટે બાઈક ચાલકને ઇજા

- text


બાઈક ચાલકે ટ્રક ચાલક વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ મથકે નોંધાવી ફરિયાદ

મોરબી : મોરબીના જેતપર રોડ ઉપર ટ્રકે બાઇકને હડફેટે લેતા બાઈક ચાલક યુવાનને ઇજા પહોંચી હતી. આ બનાવ અંગે બાઈક ચાલકે ટ્રક ચાલક સામે મોરબી તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. આથી, પોલીસે ટ્રક ચાલક સામે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

- text

આ બનાવની મોરબી તાલુકા પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત વિગતો અનુસાર મૂળ હળવદના વૈદનાથ મંદીર પાસે શીવપાર્ક સોસાયટીના વતની અને હાલ મોરબીના લીલાપર પાસે આવેલ તીર્થક પેપરમીલમાં રહેતા પ્રકાશભાઇ વિજ્યભાઇ સૈની (ઉવ ૨૮) નામનો યુવાન ગત તા.૧૫ ના રોજ બપોરના આશરે સાડા બાર એકાદ વાગ્યાના અરસામાં મોરબીના જેતપર રોડ રંગપર ગામી સીમ રામદુત પેટ્રોલપંપની સામે પોતાનું મોટરસાયકલ લઈને પસાર થઈ રહ્યો હતો.ત્યારે આરોપીએ પોતાના હવાલાવાળુ ટ્રક ટ્રેઇલર નં-જી.જે-૧૨-બી-એક્સ-૬૧૦૧ વાળુ બેફીકરાય અને ગફલતભરી રીતે ચાલવી જમણી સાઇડનું ઇન્ડીકેટર આપી ઓચીંતાનો ડાબી સાઇડમાં ટર્ન લઇ ફરીયાદીના મોટરસાયકલ નજીકથી ચલાવી ટ્રક ટ્રેઇલરના પાછળનું વ્હીલ ફરીયાદીના જમણા પગ ઉપર હંકારી દઇ ફેક્ચર ઇજા કરી પોતાનું ટ્રક ટ્રેઇલર લઇને નાસી છૂટ્યો હતો. આ બનાવ અંગે યુવાને ફરિયાદ નોંધાવતા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

- text