15 કલાક બાદ પણ વાંકાનેરની પેપરમિલમાં આગના લબકારા

- text


 

મોરબી, રાજકોટ અને હળવદ ફાયર બ્રિગેડની આઠ ગાડીઓ દ્વારા સતત પાણીનો મારો ચલાવવા છતાં  આગ યથાવત

વાંકાનેર : વાંકાનેરની જામસર ચોકડી પાસે આવેલ એક્સેલ પેપરમિલમાં ગઈકાલે લાગેલી આગ ૧૪ કલાક બાદ પણ આગના લબકારા યથાવત હોવાનું મોરબી ફાયર બ્રિગેડના સતાવાર સૂત્રો જણાવી રહ્યા છે.

વાંકાનેરની જામસર ચોકડી પાસે આવેલ એક્સેલ પેપરમિલમાં ગઈકાલે સાંજે અચાનક આગ ફાટી નીકળતા મોરબી ફાયર બ્રિગેડની ટીમે આગ બુઝાવવા મોરચો સાંભળ્યો હતો પરંતુ આગ મોટાપ્રમાણમાં ફેલાઈ જતા આગ બુઝાવવા રાજકોટ અને હળવદ ફાયર બ્રિગેડની મદદ લેવી પડી હતી.

મોરબી ફાયર બ્રિગેડના વસીમભાઈના જણાવ્યા મુજબ આગ કાબુમાં લેવા મોરબીના 4, રાજકોટના 3 અને હળવદનું એક ફાયર ફાઇટર સતત પાણીનો મારો ચલાવી રહ્યું છે પરંતુ આગ હજુ પણ સંપૂર્ણ પણે ઓલવાઈ નથી.

- text

બીજી તરફ આગની ઘટનાને પગલે વાંકાનેર તાલુકા પોલીસ મથકનો કાફલો પણ ઘટનાસ્થળે દોડી ગયો હતો અને એફએસએલની મદદથી આગ કેવી રીતે લાગી તે દિશામાં તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. પ્રાથમિક અંદાજ મુજબ આગને કારણે કરોડો રૂપિયાનું નુકશાન પહોંચ્યું છે અને આગ સંપૂર્ણ પણે કાબુમાં આવ્યા બાદ જ નુકશાનીનો સાચો ક્યાસ મળી શકે તેમ હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.

 

- text