મોરબીમાં દેશીદારૂના બૂંગિયા ભરેલી રીક્ષા સાથે બચ્ચન અને દેવરાજ ઝડપાયા

- text


૩૦૦ લીટર દેશીદારૂ સીએનજી રીક્ષા સહિત રૂ.૪૯,૫૦૦ નો મુદામાલ કબજે લેતી બી ડિવિઝન પોલીસ

મોરબી : મોરબીના જુના ઘૂંટુ રોડ ઉપરથી સીટી બી ડિવિઝન પોલીસ ટીમે હળવદ પંથકના બચ્ચન અને દેવરાજ નામના શખ્સને દેશીદારૂના બૂંગિયા ભરેલી રીક્ષા સાથે ઝડપી લઈ કુલ રૂ.૪૯,૫૦૦નો મુદ્દામાલ કબજે કર્યો છે.

મોરબી જીલ્લા પોલીસ અધિક્ષક એસ. આર. ઓડેદરાની સૂચના મુજબ નાયબ પોલીસ અધિક્ષક રાધિકા ભરાઈએ દારૂ- જુગારના ગણનાપાત્ર કેસ શોધી કાઢવા ઝુંબેશ હાથ ધરી હતી જે અન્વયે સીટી બી ડિવિઝન પીઆઇ આઇ.એમ.કોંઢીયા તથા પીએસઆઇ આર.બી ટાપરીયા સહિતની ટીમે પેટ્રોલીંગ હાથ ધર્યું હતું

- text

પેટ્રોલિંગ દરમિયાન સી.એન.જી. રીક્ષા રજી.નં. જીજે-૨૭-વાય-૯૧૨૯નેઅટકાવી ચેકીંગ કરતા રિક્ષામાંથી દેશી પીવાના દારૂ ભરેલ પાંચ લીટરનાં બુંગીયા નંગ-૬૦ દેશીદારૂ લીટર-૩૦૦ કી.રૂ.૬૦૦૦/- તથા મોબાઇલ નંગ ૨ કિંરૂ.૩,૫૦૦- મળી કુલ મુદામાલ કિં.૪૯,૫૦૦ના મુદામાલ સાથે મળી આવતા આરોપી દેવરાજભાઈ બળદેવભાઇ કોપણીયા ઉ.વ. ૧૯, રહે. માનસર તા.હળવદ જી.મોરબી મૂળ રહે. ગામ નરાળી તા.ધાંગધ્રા જી સુરેન્દ્રનગર તથા કિશનભાઇ ઉર્ફે બચ્ચન ઘોઘાભાઇ બાહપીયા, ઉ.વ. ૨૪, રહે. ગામ સુંદરગઢ તા.હળવદ જી.મોરબીવાળાને ઝડપી લેવામાં આવ્યા હતા.

આ સફળ કામગીરી પો.હે.કો. વનરાજભાઈ ચાવડા, દિનેશભાઇ બાવળીયા, પો.કો.રમેશભાઈ મૂંધવા, રમેશભાઇ મિયાત્રા, દેવસીભાઇ મોરી, ભગીરથભાઈ લોખીલ, ઋતુરાજસિંહ જાડેજા તથા શક્તિસિંહ જાડેજા સહિતના સ્ટાફે કરી હતી.

- text