મોરબી તાલુકા પંચાયતનું પ્રમુખ પદ સામાજિક આર્થિક પછાત વર્ગ માટે અનામત

- text


વિકાસ કમિશનર દ્વારા રોટેશન જાહેર કરાયું

હળવદ, માળીયા, વાંકાનેર અને ટંકારા પંચાયત પ્રમુખ જનરલ કેટેગરીના

મોરબી : મોરબી જિલ્લાની પાંચ તાલુકા પંચાયતોમાં પ્રમુખ પદ માટેનું રોટેશન વિકાસ કમિશનર દ્વારા જાહેર કરવામાં આવ્યું છે. જે અન્વયે મોરબી તાલુકા પંચાયતનું પ્રમુખ પદ પ્રથમ અઢી વર્ષ માટે સામાજિક અને આર્થિક રીતે પછાત વર્ગના પુરુષ ઉમેદવાર તેમજ પાછળના અઢી વર્ષ સામાજિક અને આર્થિક રીતે પછાત વર્ગના સ્ત્રી ઉમેદવાર માટે અનામત રાખવામાં આવ્યું છે.

રાજ્યના વિકાસ કમિશનર દ્વારા મોરબી જિલ્લાની પાંચ તાલુકા પંચાયત માટે આગામી પાંચ વર્ષ માટે રોટેશન જાહેર કરવામાં આવ્યુ છે. જે અન્વયે એકપણ તાલુકા પંચાયત માટે એસસી કે એસટી કેટેગરી માટે અનામત જાહેર કરાયું નથી. પરંતુ, મોરબી તાલુકા પંચાયતનું પ્રમુખ પદ પ્રથમ અઢી વર્ષ માટે સામાજિક અને આર્થિક રીતે પછાત વર્ગના પુરુષ ઉમેદવાર તેમજ પાછળના અઢી વર્ષ સામાજિક અને આર્થિક રીતે પછાત વર્ગના સ્ત્રી ઉમેદવાર માટે અનામત રાખવામાં આવ્યું હોવાનું જાહેર કરાયું છે.

- text

આ ઉપરાંત આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણી બાદ નવી ચૂંટાયેલ પાંખ માટે હળવદ, માળીયા, ટંકારા અને વાંકાનેર તાલુકા પંચાયત માટે બિન અનામત કેટેગરી જાહેર થઈ હોય કોઈ પણ પ્રમુખ બની શકશે. જો કે, હળવદ તાલુકા પંચાયતમાં બીજા અઢી વર્ષના શાસન માટે પ્રમુખ પદ સામાન્ય મહિલા માટે અનામત રાખવામાં આવ્યું છે.

આમ, વિકાસ કમિશનરના રોટેશન બાદ હવે ભાજપ અને કોંગ્રેસ દ્વારા નવા રોટેશન મુજબ પ્રમુખપદ માટેના ઉમેદવાર શોધવા નવી કસરત કરવી પડશે.

- text