મોરબીમાં દેશીદારૂ-બીયર વેચાણનું કોમ્બિનેશન! રહેણાંક મકાનમાં દરોડો

- text


લીલાપર રોડ ઉપર પોલીસે છાપો મારતા મહિલા બુટલેગર બેબો છનનન…

મોરબી :મોરબીના લીલાપર રોડ, રામાપીરના મંદિર પાસે આવેલ રહેણાંક મકાનમાં દારૂનું વેચાણ ચાલુ હોવાની બાતમીના આધારે તાલુકા પોલીસ સ્ટાફે ત્યાં દોરડો પાડીને દેશીદારૂ અને બીયરના ટીન સાથે એક આરોપીને ઝડપી લીધો હતો.જ્યારે મહિલા બુટલેગર બેબો છનનન….થઈ જતા પોલીસે તેની સામે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

દારૂની રેડની મોરબી તાલુકા પોલિસ સ્ટેશનેથી પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના લીલાપર રોડ ઉપર રામાપીરના મંદિર પાસે રહેતા કિરણ ઉર્ફે બેબો નાગજીભાઇ દેગામાના રહેણાંક મકાનમાં દારૂનું વેચાણ ચાલુ હોવાની બાતમીના આધારે તાલુકા પોલીસ સ્ટાફે ગઈકાલે આ રહેણાંક મકાનમાં દોરડો પાડ્યો હતો.પોલીસે રહેણાક મકાનમાંથી દેશીદારૂ બનાવવાનો આથો લીટર આશરે ૫૦૦ કિ.રૂ.૧,૦૦૦, ભઠ્ઠીના સાધનો કિ.રૂ.૩૬૦૦, દેશીદારૂ લીટર-૨૦૦ કિં.રૂ.૪,૦૦૦ તથા બીયરના ટીન નંગ-૪૨ કિં.રૂ.૪,૨૦૦ તેમજ એક GJ-36-AA-7262 નંબરનું બાઈક કિં.રૂ.૨૫,૦૦૦ મળી કુલ કિં.રૂ. ૩૭,૮૦૦ નો મુદ્દામાલ સાથે આરોપી ગોપાલ કાનાભાઇ વાઘેલા (ઉ.વ.૨૦) ને ઝડપી લીધો હતો.જ્યારે મહિલા આરોપી કિરણ ઉર્ફે બેબો નાગજીભાઇ દેગામા હાજર ન મળી આવતા તેની સામે ગુનો નોંધી તેને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.

- text

- text