આધુનિક યુગમાં પણ રાવણહથ્થા જેવા વાદ્યને જીવંત રાખતા ગ્રામિણ કલાકાર

- text


હળવદ : આજની પેઢીના બાળકો તો ઠીક નવ યુવાનો પણ રાવણ હથ્થા જેવા પૌરાણિક વાદ્યથી કદાચ પરિચિત નહિ હોય…. પરંતુ લુપ્ત થઈ રહેલા રાવણ હથ્થા જેવા લોકસંગીતને લોકભોગ્ય બનવવાની સાથે જીવંત રાખવા હળવદ નજીકના સોલડી ગામના વતની અને અદના કલાકાર ભરત બારોટ બચપનથી જ પ્રયાસ કરી રહ્યા છે અને તેમની આ મહેનત રંગ લાવી રહી હોય તેમ પૌરાણિક વારસાને તેઓ સોશિયલ મીડિયાના માધ્યમથી આગળ પણ ધપાવી રહ્યા છે.

- text

સામાન્ય રીતે, ભાગ્યે જ સાંભળવા મળતા લોકગીત, રાહડા જેવા કે…એવી સુની રે ડેલીને સુના ડાયરા.. સુના છે કાંઇ રામવાળાના રાજ રે… કાળુભાના કુંવર ! આવા રે બા’રવટાં નો”તાં ખેડવા… આવા રાહડા, લોકગીત હાલ સાંભળવા નથી મળતા. પરંતુ હળવદ નજીકના ધાંગધ્રાના સોલડી ગામના રહેવાસી અને રાવણ હથ્થાના અદભુત કલાકાર ભરત બારોટે આવા લોકગીત ફેમસ બનાવ્યા છે.

રાવણ હથ્થા જેવું વાદ્ય વગાડવાની કલા વારસામાં મળ્યા બાદ ભરત બારોટ બાલ્યાવસ્થાથી જ નાના-નાના ગામડામાં ફરી પોતાની કલા જીવંત રાખવાની સાથે આ લુપ્ત થઈ રહેલા વાદ્યનો લોકો સાથે સંબંધ બનાવી રહ્યા છે.

જો કે, રાવણ હથ્થા જેવા વાદ્યનો આ કલા વારસો સાચવવા માટે દિવસ-રાત એક કરી રહેલા ભરતભાઈ બારોટને સરકાર તરફથી કોઈ મદદ મળવી તો ઠીક સન્માન પણ મળતું નથી. ત્યારે આવો કલા વારસો સાચવીને બેઠેલા કલાકારોનો જીવનનિર્વાહ આસાનીથી થાય તે માટે સરકાર કે સરકારના પ્રતિનિધિ મદદરૂપ બને તેવું તેઓ ઈચ્છી રહ્યા છે.

 

- text