મોરબીના જાંબુડિયા ગામે સરપંચે બારોબાર બાંધકામ મંજૂરી આપતા વિવાદ : બાંધકામ અટકાવી દેતા ટીડીઓ

- text


અક્ષર બિલ્ડર નામની પેઢીને અપાયેલ ગેરકાયદે બાંધકામ મંજૂરી મામલે તપાસનો ધમધમાટ : સરપંચની ભૂમિકા સામે સભ્યોએ તપાસ માંગી

મોરબી : મોરબીની ભાગોળે આવેલ જાંબુડિયા ગામે ગ્રામ પંચાયતની બોડીને વિશ્વાસમાં લીધા વગર જ સરપંચ દ્વારા અક્ષર બિલ્ડર નામની પેઢીને બારોબાર બાંધકામ કરવા મંજૂરી આપતા ગ્રામપંચાયતના મહિલા સભ્યે લેખિત વાંધો ઉઠાવી સમગ્ર પ્રકરણ તાલુકા વિકાસ અધિકારી સુધી લઈ જતા ટીડીઓ દ્વારા બાંધકામ અટકાવવા સ્ટે ફરમાવી તપાસનો ધમધમાટ શરૂ કરાવતા નવાજૂનીનાં સંકેત મળી રહ્યા છે,બીજી તરફ સરપંચે પણ પોતાની સહી વાળા લેટરપેડ મારફતે બાંધકામ અટકાવવા લેખિત સૂચના આપ્યાનું બહાર આવ્યું છે.

- text

જાણવા મળતી વિગતો મુજબ મોરબીની ભાગોળે આવેલ જાંબુડિયા ગામના રેવન્યુ સર્વે નંબર 144/1પૈકી 10પૈકી 1ની જમીન ઉપર અક્ષર બિલ્ડર નામની પેઢીને પંચાયતના સદસ્યોની જાણ બહાર સરપંચ દ્વારા બાંધકામની મંજૂરી આપવામાં આવતા આ મામલે ગ્રામ પંચાયતના મહિલા સદસ્ય ટપુબેન ખોડાભાઈ પાંચિયા દ્વારા મોરબી તાલુકા વિકાસ અધિકારીને લેખીત ફરિયાદ કરી પંચાયત અધિનિયમ 57(1) મુજબ સરપંચ સામે કાયદેસરની કાર્યવાહી કરી હોદા ઉપરથી દૂર કરવા માંગ કરતા સનસનાટી મચી જવા પામી છે.

બીજી તરફ જાંબુડિયા ગામના સરપંચ વિરુદ્ધ થયેલ ચોકાવનારી ફરિયાદ મામલે મોરબી તાલુકા વિકાસ અધિકારી પી.એ.ગોહિલ દ્વારા જાંબુડિયા ગ્રામ પંચાયતના તલાટીને છેલ્લી પાંચ સભાની કાર્યવાહી તેમજ બાંધકામ મંજૂરી રજીસ્ટર સાથે હાજર થવા આદેશ કરી અક્ષર બિલ્ડરના ભાગીદાર ભરત ભગવાનજી બોપાલીયા સહિતનાઓને બાંધકામ અટકાવવા આદેશ કર્યો છે.નોંધનીય છે કે ચોકાવનારા બાંધકામ મંજૂરી પ્રકરણમાં 6 ફેબ્રુઆરીના રોજ સરપંચ દ્વારા પણ બાંધકામ અટકાવવા સૂચના આપવામાં આવી છે.

- text