મીડિયાકર્મીને ધમકી આપનાર ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ સામે કડક પગલાંની માંગ

- text


હળવદના પ્રિન્ટ અને ઈલેક્ટ્રોનિક મીડિયાના પત્રકારોએ હળવદ મામલતદાર કચેરી ખાતે પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવ્યુ

હળવદ : વડોદરામાં ભાજપના દબંગ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવના ગેરવર્તનનો મામલે હળવદના પ્રિન્ટ અને ઈલેક્ટ્રોનિક મીડિયાના પત્રકારોએ હળવદ મામલતદાર કચેરી ખાતે પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવ્યુ હતું અને આ ધારાસભ્યો વિરૂદ્ધ પોલીસ અને ભારતીય જનતા પાર્ટી યોગ્ય કાર્યવાહી કરે તેવી માંગ કરવામાં આવી હતી.

વડોદરાના વાઘોડિયાના ભાજપના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે જાહેરમાં મીડિયાકર્મીઓને ખુલ્લેઆમ ધમકી આપીને પોતાની દબંગગીરી દાખવીને લુખ્ખાગીરીનો પરચો આપ્યો હતો. આ ઘટનાના સૌરાષ્ટ્ર ઝાલાવાડ સહિત સમગ્ર રાજ્યમાં પત્રકાર આલમમાં તીવ્ર પ્રત્યાઘાતો પડયા છે. ધમકીની ઘટનાને લઇને હળવદના ઈલેક્ટ્રોનિક અને પ્રિન્ટ મીડિયાના પત્રકારોએ હળવદ મામલતદાર કચેરીએ ધસી જઇ લેખિત આવેદનપત્ર પાઠવીને કડક કાર્યવાહીની માંગ કરી છે.

- text

અવારનવાર જાહેર મેળાવડાઓ અને કાર્યક્રમોમાં ધમકી આપતા ધારાસભ્યને ભાજપ કેમ છાવરી રહ્યું છે, તેવા પણ સવાલો ઉઠયા છે. વડોદરામા મીડિયાકર્મીઓને ખુલ્લેઆમ ધમકી આપવાના મામલે ભાજપ મોવડીમંડળ આવા ધારાસભ્ય સામે કડક એક્શન લઈને અન્ય નેતાઓ અને કાર્યકરોમાં શિસ્તની છાપ ઉભી કરવાની માંગ ઉઠી છે. આ તકે હળવદ પત્રકાર સંઘના પ્રમુખ બળદેવ ભરવાડ, ઉપપ્રમુખ પ્રશાંત જયસ્વાલ, મેહુલ ભરવાડ, મયુર રાવલ, કિશોર પરમાર, રમેશ ઠાકોર, જગદીશ પરમાર સહિતના પત્રકારો ઉપસ્થિત રહ્યા હતા.

- text