મોરબીમાં સગાઈ પ્રસંગમાં આવેલા 9 લોકો જુગાર રમતા ઝડપાયા, રૂ. 68,450 જપ્ત

- text


મોરબી : મોરબીના મહેન્દ્રડ્રાઇવ રોડ ઉપર આવેલ અશોકાલયના ઢાળ પાસે રહેણાંક મકાનમાં રહેતા પરિવારને ત્યાં સગાઈ પ્રસંગમાં આવેલા લોકો જુગાર રમતા હતા. ત્યારે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ ત્રાટકી હતી. અને જુગાર રમી રહેલા નવ શખ્સોની અટકાયત કરી હોવાનું જાણવા મળ્યું છે.

- text

આ બનાવની પ્રાપ્ત વિગત મુજબ મોરબી શહેરમાં મહેન્દ્રડ્રાઇવ રોડ પર અશોકાલયના ઢાળ પાસે રહેતા ચિરાગ મેરામભાઈ મકવાણાના ઘરે સગાઈનો પ્રસંગ હોવાથી સગા-સંબંધીઓ આવ્યા હતા અને પ્રસંગમાં આવેલા લોકો ગઈકાલે મોડી રાત્રે 3 વાગ્યા આસપાસ જુગાર રમી રહ્યા હતા. આથી, પોલીસે રેઇડ પાડતા ચિરાગ મેરામ મકવાણા, કલ્પેશ મુળજી કંજારીયા, ઇકબાલ અલ્લારખાં ઢેબા, મૌલિક મેરામ મકવાણા, કલ્પેશ કનૈયાલાલ ચાવડા, જિમીન મેરામ મકવાણા, અમિત અરવિંદ સોલંકી, અમીતસિંહ જીતુભા સોલંકી અને હર્ષ મનસુખ રાઠીને જુગાર રમતા પકડી પાડ્યા હતા. પોલીસે આરોપીઓ પાસેથી રોકડ રૂ. 68,450 કબ્જે કર્યા છે. તેમજ આરોપીઓ સામે જુગારધારા હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.

- text