ધો. 9 અને 11માં શિક્ષણ કાર્યનો પ્રારંભ, પ્રથમ દિવસે 41 ટકા વિદ્યાર્થીઓની હાજરી

- text


બન્ને વર્ગના મળીને કુલ 17005માંથી 6968 વિદ્યાર્થીઓ હાજર રહ્યા

મોરબી : સરકારે કોરોના કાળના લાંબા અંતરાલ બાદ ધો. 10, 12 પછી હવે ધો. 9 અને 11ની શાળા શરૂ કરવાની સતાવાર ઘોષણા કરી દીધી હતી. આથી, સમગ્ર રાજ્યની સાથે મોરબી જિલ્લામાં પણ કોરોના કાળના લાંબા અંતરાલ બાદ ગઈકાલથી ધો. 9 અને ધો. 11 ની સ્કૂલો ધમધમી ઉઠી હતી. જો કે ગઈકાલે પ્રથમ દિવસે ધો. 9 અને ધો. 11 ની સ્કૂલોમાં 42 ટકા જ વિદ્યાર્થીઓની હાજરી નોંધાઇ હતી. જેમાં બન્ને ધોરણના મળીને કુલ 17005માંથી 6968 વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા.

- text

મોરબી જિલ્લામાં આજથી ધો. 9 અને 11ની સ્કૂલો શરૂ થઈ છે. ધો.9 અને ધો.11 ની મળીને કુલ 245 શાળા છે. જેમાં સરકારી 57, ગ્રાન્ટેડ 57, સ્વનિર્ભર 131 શાળાઓનો સમાવેશ થાય છે. ધો. 9માં ગઈકાલે પ્રથમ દિવસે સરકારી શાળામાં કુલ 2761માંથી 1037 વિદ્યાર્થીઓ, ગ્રાન્ડેટ શાળામાં 4521માંથી 1906 વિદ્યાર્થીઓ, સ્વનિર્ભર શાળામાં 4245માંથી 1734 વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. આમ, ધો 9 માં 11527માંથી 4677 વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. એટલે કુલ 245 શાળામાંથી 186 શાળાઓમાં જ વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા.

જ્યારે ધો. 11ની વાત કરીએ તો 245 માંથી 186 શાળા શરૂ થઈ હતી. જેમાં ધો. 11માં પ્રથમ દિવસે સરકારી શાળામાં 625 માંથી 267 વિદ્યાર્થીઓ, ગ્રાન્ટેડ શાળામાં 1797 માંથી 802 વિદ્યાર્થીઓ, સ્વનિર્ભર શાળામાં 3056 માંથી 1222 વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. એટલે કુલ ધો.11માં કુલ 5478 વિદ્યાર્થીઓમાંથી 2291 વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. આમ, પ્રથમ દિવસે ધો.9 માં 41 ટકા અને ધો.11 માં 42 ટકા જેવી વિદ્યાર્થીઓની હાજરી નોંધાઇ હતી.

- text