કાલે સોમવારે જાહેર થનારા કેન્દ્રીય બજેટમાં સિરામિક ઉદ્યોગકારો શુ શુ આશા સેવી રહ્યા છે?

- text


 

કેન્દ્ર સરકાર બજેટમાં રાહતલક્ષી જોગવાઈઓ કરશે તો ચીનને ધોબી પછાડ આપવા ઉદ્યોગપતિઓ સક્ષમ

મોરબી : મોરબીનો સિરામિક ઉદ્યોગ આજે વૈશ્વિક કક્ષાએ છવાયેલો છે. ખાસ કરીને ચીન સાથે સીધી હરીફાઈમાં રહેલા આ ઉદ્યોગ માટે સોમવારનો દિવસ ખુબ મહત્વનો છે. કારણકે તે દિવસે કેન્દ્રીય બજેટ રજૂ થવાનું હોય ઉદ્યોગપતિઓ રાહતની આશ લઈને બેઠા છે. આ કેન્દ્રીય બજેટમાં જો રાહતલક્ષી જોગવાઈઓ હશે તો ચીનના ઉદ્યોગને ધોબી પછાડ આપવા પોતે સક્ષમ હોવાનો ઉદ્યોગપતિઓએ હુંકાર કર્યો છે.

મોરબીનો સિરામિક ઉદ્યોગ સમગ્ર વિશ્વમાં બીજા ક્રમે આવે છે. ચીનમાં સરકાર તરફથી મળતી અનેકવિધ મદદના પગલે ત્યાંનો સિરામિક ઉદ્યોગ વિશ્વમાં અવ્વલ રહ્યો છે. છતાં મોરબીના ઉદ્યોગપતિઓ પોતાની આગવી સૂઝબૂઝ અને સાહસનાં પ્રતાપે ચીનને જબરદસ્ત ટક્કર આપી રહ્યા છે. કમનસીબે આ ઉદ્યોગ અનેક સમસ્યાઓથી પીડાય રહ્યો છે. હવે સરકાર તરફથી આ ઉદ્યોગને ઘણી અપેક્ષાઓ છે. આગામી સોમવારે કેન્દ્રીય બજેટ રજૂ થવાનું છે. આ બજેટમાં કોઈ રાહત મળે તેવી અપેક્ષા ઉદ્યોગપતિઓ સેવી રહ્યા છે.

- text

મોરબી સિરામિક એસો.ના પ્રમુખ નિલેશભાઈ જેતપરિયાએ જણાવ્યું કે સિરામિક ઉદ્યોગ બજેટ પ્રત્યે રાહતની અપેક્ષા રાખી રહ્યું છે. પ્રથમ તો સિરામિક ઉદ્યોગને પ્રેસ કાઉન્સિલ મળે તો વૈશ્વિક બજારમાં વેપારનો માર્ગ વધુ મોકળો બને. હાલ ગેસ ઉપર વેટ લાગે છે. તેને બદલે જીએસટી લાગે તો તે રિફંડ મળે. ઉપરાંત SIR, SEZની જેમ મોરબીમાં પણ સ્પેશીયલ ક્લસ્ટર જાહેર કરવામાં આવે. જેથી સિરામિક ઉદ્યોગને તમામ સવલતો મળે. સિરામિક ઉદ્યોગો એલએલ[પી , પ્રાઇવેટ લીમીટેડ અને પાર્ટનરશીપમાં છે. તેમાં પણ કોર્પોરેટ કંપનીની જેમ ઇન્કમટેક્ષમાં રાહત મળે.

બજેટમાં કઈ કઈ જોગવાઈની અપેક્ષા

  • સિરામિકને પ્રમોશન કાઉન્સિલ આપવી
  • ગેસને જીએસટીના દાયરામાં લઇ આવવો
  • એલએલટી અને પ્રાઇવેટ લીમીટેડને ઇન્કમટેક્ષમાં રાહત
  • SIR-SEZની જેમ સ્પેશીયલ ક્લસ્ટર જાહેર કરો

- text