મોરબી નાગરિક સહકારી બેન્કની ચૂંટણીમાં ભાજપ પ્રેરિત પેનલનો વિજય

- text


 

કુલ 9 બેઠકોમાંથી 3 બેઠક બિનહરીફ થતા અંતે 6 બેઠકોની ચૂંટણી યોજાઈ

મોરબી : મોરબી નાગરિક સહકારી બૅંકની આજે ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં આ ચૂંટણીમાં કુલ નવ બેઠક હતી.આ 9 બેઠકમાંથી 3 અનામત બેઠક બિન હરીફ જાહેર કરવામાં આવી હતી.જેમાં સ્ત્રી અનામતમાં હંસાબેન ઠાકર, ચંદ્રિકાબેન પલાણ અને ત્રીજી અનુસૂચિત જાતિ અનામત બેઠકમાં ભુદરભાઈ મકવાણા બિન હરીફ વિજેતા જાહેર થયા હતા.

- text

મોરબી મોરબી નાગરિક સહકારી બૅંકની આજે યોજાયેલી ચૂંટણીમાં 9 બેઠકમાંથી 3 બેઠક બિન હરીફ જાહેર થયા બાદ બાકીની 6 બેઠકોની ચૂંટણી યોજાઈ હતી.આ છ બેઠકની ચૂંટણીમાં ભાજપની પેનલ સામે હરીફમાં એક જ ઉમેદવાર હતા.ત્યારે આ છ બેઠકોની ચૂંટણીમાં અંતે ભાજપ પ્રેરિત પેનલનો વિજય થયો હતો.જેમાં અશ્વિનભાઈ કોટક, રાઘવજીભાઈ ગડારા, પ્રભુભાઈ ભૂત,આપાભાઈ કુંભારવડીયા, ઉપેન્દ્રભાઈ કાથરાણી, ભરતભાઈ મીરાણીની ભાજપ તરફી પેનલનો વિજય થયો હતો.સામે હરીફ ઉમેદવાર ભુપતભાઈ રવેશિયાએ ટેકો જાહેર કર્યો હતો.પણ તેમણે ફોર્મ પાછું ખેંચવાના મોડું કરતા અંતે ચૂંટણી યોજાઈ હતી અને 6900 માંથી 393 મત પડ્યા હતા.

- text