MCX વિક્લી માર્કેટ રિપોર્ટ : બુલડેક્સ ફ્યુચર્સમાં ૪૬૨ પોઈન્ટ અને મેટલડેક્સ ફ્યુચર્સમાં ૩૭૯ પોઈન્ટની સાપ્તાહિક મૂવમેન્ટ

- text


 

સોનાના વાયદાના ભાવમાં મિશ્ર વલણ: ચાંદીમાં તેજીનો માહોલ: ક્રૂડ તેલમાં ઘટાડો: રૂ અને કપાસમાં સુધારાનો સંચાર: સીપીઓ, મેન્થા તેલ, રબરમાં નરમાઈ

મુંબઈ : કોમોડિટી ડેરિવેટિવ્ઝમાં દેશના અગ્રણી એક્સચેન્જ મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (એમસીએક્સ) પર ૧૫થી ૨૧ જાન્યુઆરીના સપ્તાહ દરમિયાન કીમતી ધાતુઓમાં સોનાના વાયદાના ભાવમાં મિશ્ર વલણ હતું, જ્યારે ચાંદીમાં તેજીનો માહોલ હતો. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલ અને નેચરલ ગેસ બંને ઘટીને બંધ થયા હતા. કૃષિ કોમોડિટીઝમાં રૂ (કોટન) અને કપાસમાં સુધારાના સંચાર સામે સીપીઓ, મેન્થા તેલ અને રબરમાં નરમાઈ હતી.

દરમિયાન, કીમતી ધાતુનો સૂચકાંક બુલડેક્સનો જાન્યુઆરી વાયદો ૧૫,૩૩૦ના સ્તરે ખૂલી, ઊંચામાં ૧૫,૫૫૦ અને નીચામાં ૧૫,૦૮૦ના મથાળે અથડાઈ સપ્તાહ દરમિયાન ૪૬૨ પોઈન્ટની મૂવમેન્ટ સાથે સપ્તાહના અંતે ૮૪ પોઈન્ટ વધી ૧૫,૪૫૧ના સ્તરે બંધ થયો હતો, જ્યારે બિનલોહ ધાતુઓનો સૂચકાંક મેટલડેક્સનો ફેબ્રુઆરી વાયદો સપ્તાહના પ્રારંભે ૧૩,૭૪૩ના સ્તરે ખૂલી, સપ્તાહ દરમિયાન ૩૭૯ પોઈન્ટની મૂવમેન્ટ સાથે સપ્તાહના અંતે ૧૧૨ પોઈન્ટ વધીને ૧૩,૮૩૨ના સ્તરે બંધ થયો હતો.

કીમતી ધાતુઓમાં સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું ફેબ્રુઆરી વાયદો સપ્તાહના પ્રારંભે ૧૦ ગ્રામદીઠ રૂ.૪૯,૦૮૮ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઊપરમાં રૂ.૪૯,૭૬૫ અને નીચામાં રૂ.૪૮,૫૩૭ના સ્તરને સ્પર્શી, સપ્તાહના અંતે રૂ.૨૨૭ની વૃદ્ધિ સાથે રૂ.૪૯,૪૪૮ના સ્તરે બંધ થયો હતો.

ગોલ્ડ-ગિનીનો જાન્યુઆરી વાયદો ૮ ગ્રામદીઠ રૂ.૩૯,૬૪૮ ખૂલી, સપ્તાહના અંતે રૂ.૧૧૧ના ભાવઘટાડા સાથે રૂ.૩૯,૪૯૪ થયો હતો, જ્યારે ગોલ્ડ-પેટલનો જાન્યુઆરી વાયદો ૧ ગ્રામદીઠ રૂ.૪,૯૧૩ ખૂલી, સપ્તાહના અંતે રૂ.૩૭ ઘટી બંધમાં રૂ.૪૮૭૬ના ભાવ થયા હતા.

- text

ચાંદીના વાયદાઓમાં એમસીએક્સ ચાંદી માર્ચ વાયદો સપ્તાહના પ્રારંભે કિલોદીઠ રૂ.૬૫,૯૭૮ ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઊપરમાં રૂ.૬૭,૮૪૮ અને નીચામાં રૂ.૬૪,૧૧૪ના સ્તરને સ્પર્શી, સમીક્ષા હેઠળના સપ્તાહના અંતે રૂ.૬૧૭ના ભાવવધારા સાથે રૂ.૬૭,૩૦૦ના સ્તરે બંધ થયો હતો.

ચાંદી-મિની ફેબ્રુઆરી વાયદો કિલોદીઠ રૂ.૬૬,૧૯૭ના ભાવે ખૂલી, સપ્તાહના અંતે રૂ.૬૦૬ના ભાવવધારા સાથે રૂ.૬૭,૨૭૧ના સ્તરે બંધ થયો હતો, જ્યારે ચાંદી-માઈક્રો ફેબ્રુઆરી વાયદો કિલોદીઠ રૂ.૬૬,૪૫૦ ખૂલી, સપ્તાહના અંતે રૂ.૫૮૭ના સુધારા સાથે બંધમાં રૂ.૬૭,૨૫૩ના ભાવ થયા હતા.

એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ ઓઈલનો ફેબ્રુઆરી વાયદો સપ્તાહના પ્રારંભે બેરલદીઠ રૂ.૩,૯૧૫ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઊપરમાં રૂ.૩,૯૪૨ અને નીચામાં રૂ.૩,૮૦૯ બોલાઈ, સપ્તાહના અંતે રૂ.૧૪ના ઘટાડા સાથે બંધમાં રૂ.૩,૮૯૪ના ભાવ થયા હતા. નેચરલ ગેસનો જાન્યુઆરી વાયદો એમએમબીટીયૂદીઠ રૂ.૧૯૫.૯૦ ખૂલી, સપ્તાહના અંતે રૂ.૧૬.૯૦ ઘટી રૂ.૧૮૦.૭૦ થયો હતો.
કૃષિ કોમોડિટીઝમાં કપાસનો એપ્રિલ-૨૧ વાયદો ૨૦ કિલોદીઠ રૂ.૧,૨૧૧ ખૂલી, સપ્તાહના અંતે રૂ.૮.૫૦ સુધરી રૂ.૧,૨૧૯.૫૦ના સ્તરે બંધ થયો હતો, જ્યારે રૂ (કોટન)નો જાન્યુઆરી વાયદો સપ્તાહના પ્રારંભે ગાંસડીદીઠ રૂ.૨૧,૧૭૦ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઊપરમાં રૂ.૨૧,૩૨૦ અને નીચામાં રૂ.૨૧,૦૦૦ના મથાળે અથડાઈ, સપ્તાહના અંતે રૂ.૧૦ના સુધારા સાથે રૂ.૨૧,૨૭૦ના સ્તરે બંધ થયો હતો.

ક્રૂડ પામતેલ (સીપીઓ)નો જાન્યુઆરી વાયદો ૧૦ કિલોદીઠ રૂ.૯૬૨ ખૂલી, સપ્તાહના અંતે રૂ.૨૬.૭૦ ઘટી રૂ.૯૩૦.૪૦ના ભાવે બંધ થયો હતો, જ્યારે રબરનો જાન્યુઆરી વાયદો ૧૦૦ કિલોદીઠ રૂ.૧૫,૪૦૦ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઊપરમાં રૂ.૧૫,૬૭૫ અને નીચામાં રૂ.૧૫,૨૬૬ બોલાઈ, સપ્તાહના અંતે રૂ.૫ના ભાવઘટાડા સાથે રૂ.૧૫,૩૦૮ના ભાવે બંધ થયો હતો.

- text