જાણવા જેવું : કેમ સુકામેવા પલાળીને ખાવા જોઈએ? ક્યા ડ્રાયફ્રૂટ્સ ખાવાથી શું લાભ થાય છે?

- text


રોગોથી બચવા દરરોજ થોડી માત્રામાં સૂકા મેવા ખાવા ગુણકારી

મોરબી : સામાન્ય રીતે, સિઝન ભલે ગમે તે હોય, ડ્રાયફ્રુટ્સ ખાવાથી સ્વાસ્થ્યને જબરદસ્ત ફાયદા થાય છે. ઇમ્યુનીટી વધારવા માટે પણ ડાયટિશ્યન્સ ડ્રાયફ્રૂટ્સને દરરોજના ડાયટમાં સામેલ કરવાની સલાહ આપે છે. અલગ-અલગ સુકામેવા જુદી-જુદી બીમારીઓના ઈલાજ માટે ગુણકારી હોય છે. આથી, શરીરને સ્વસ્થ રાખવા માટે લોકોએ દરરોજ થોડી માત્રામાં સૂકા મેવા ખાવા જરૂરી છે.

કેમ સુકામેવા પલાળીને ખાવા જોઈએ?

સુકામેવા પલાળીને ખાવાથી વધુ ફાયદો થાય છે. સૂકામેવા હમેશાં 3થી 5 કલાક અથવા આખી રાત પલાળીને જ ખાવા જોઈએ. કારણ કે ડ્રાયફ્રુટ્સની ઉપરની પરત પર ટેનિન હોય છે. જેથી, તે તેના પોષક તત્વો એબ્સોર્બ થતા રોકે છે. આ જ કારણથી બદામ, પિસ્તા, ખજૂર, અખરોટ, કિશમિશ, અંજીર તમામ પ્રકારના હેલ્ધી સીડ્સ પલાળીને જ ખાવા જોઈએ.

- text

ક્યા ડ્રાયફ્રૂટ્સ ખાવાથી શું લાભ થાય છે?

કાજૂ

કાજૂમાં પણ આયરન, મેગ્નેશિયમ, ઝિંક, કોપર, ફોસ્ફરસ જેવા પોષક તત્વો હોય છે. કાજૂના સેવનથી ટ્રાઈગ્લિસરાઈડ ઘટે છે અને બ્લડ શુગર નિયંત્રણમાં રહે છે. કાજૂમાં જે કોપર હોય છે તે રક્તવાહિકા અને હાડકા અને સાંધાને મજબૂત બનાવે છે. તે શરીરની રોગ પ્રતિકારક શક્તિ વધારે છે. રોજ ઓછામાં ઓછા પાંચ કાજૂ ખાવા જોઈએ. કાજૂનું સેવન સાંજના સમયે કરવાથી લાભ થાય છે.

બદામ

બદામ કેલ્શિયમનો સ્ત્રોત છે. તેમાં વિટામિન ઈ, મેગ્નેશિયમ, ખનિજ, ફાઇબર અને પ્રોટીન હોય છે. બદામ કોલેસ્ટ્રોલ અને કેન્સરના જોખમને પણ ઘટાડે છે. વ્યક્તિએ એક દિવસમાં 5-7 પલાળેલી બદામ સવારે ખાવાથી શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય સુધરે છે.

પિસ્તા

પિસ્તા પ્રોટીન અને અન્ય પોષક તત્વોથી ભરપૂર હોય છે. વજન ઘટાડવા ઈચ્છતા લોકોએ પિસ્તા ખાવા જોઈએ. પિસ્તાનું સેવન કરવાથી ત્વચાની સુંદરતા વધે છે. દિવસમાં 5થી 6 પિસ્તા ખાવાથી સ્વાસ્થ્ય સારું રહે છે. પિસ્તા સાંજના સમયે ખાવાથી લાભ કરે છે.

કિસમિસ

કિસમિસ આયરનથી ભરપૂર હોય છે. લોહીની ઉણપ, નબળાઈ કિસમિસ ખાવાથી દૂર થાય છે. 5 કિસમિસ રોજ ખાવાથી પાચન સુધરે છે અને હાડકાં પણ મજબૂત થાય છે.

અખરોટ

અખરોટ ખાવાથી મગજ સારું રહે છે. નિયમિત રીતે અખરોટ ખાવાથી વજન નિયંત્રિત રહે છે અને તે એન્ટીઓક્સિડન્ટ ગુણથી ભરપૂર હોવાથી હૃદય માટે પણ સારી સાબિત થાય છે.

અંજીર

અંજીર ખવાથી આયરન, વિટામિન, પોટેશિયમ, સોડિયમ મેળવવાનો સ્ત્રોત છે. તેનું સેવન નિયમિત રીતે કરવાથી માથાનો દુ:ખાવો, કમરનો દુ:ખાવો, કબજિયાત અને એનીમિયા જેવી બીમારી દૂર થાય છે.

 

- text