માળીયા (મી.)ના જુના ઘાટીલા ગામે જુગાર રમતા ચાર ઝડપાયા

- text


માળીયા (મી.) : માળીયા (મી.)ના જુના ઘાટીલા ગામે જુગાર રમતા ચાર શખ્સોને પોલીસે ઝડપી લીધા હતા. આ બનાવની માળીયા (મી.) પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત વિગતો અનુસાર માળીયા (મી.) પોલીસ સ્ટાફે બાતમીના આધારે ગઈકાલે તા. ૨૯ના રોજ જુના ઘાટીલા ગામે ખોડીયાર મંદિર પાસે સ્ટીટ લાઇટના અજવાળે જાહેરમા ગંજી પતાના પાના અને પૈસા વતી પૈસાની હાર જીતનો તીનપતિનો જુગાર રમતા નાઝીર કરીમભાઇ ચાનીયા, સવજીભાઇ જટુભાઇ ઝીઝુવાડીયા, દીપકભાઇ બાબુભાઇ સનુરા, રોહીતભાઇ ભુદરભાઇ સનુરાને રોકડા રૂપીયા ૭૧૭૦ ના મુદામાલ સાથે ઝડપી.લઈને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

- text

- text