મોરબીના બેલા ગામ પાસે ઈંગ્લિશ દારૂની બોટલો સાથે એક ઝડપાયો

- text


મોરબી : મોરબી તાલુકા પોલીસે ગઈકાલે બાતમીના આધારે મોરબીના બેલા ગામ પાસે ઈંગ્લિશ દારૂની બોટલો સાથે એક શખ્સને ઝડપી લીધો હતો. આ બનાવની મોરબી તાલુકા પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત વિગતો અનુસાર મોરબી તાલુકા પોલીસે ગઈકાલે તા. ૨૯ના રોજ બેલા ગામની સીમ બસ સ્ટેન્ડ સામે રોડ પરથી ઈંગ્લિશ દારૂની બોટલો સાથે નીકળેલા મનસુખભાઇ ઉર્ફે મગનભાઇ શીવાભાઇ બારૈયા (ઉવ-૪૨ ધંધો મજુરી રહેવાસી ઘુંટુ ગામ પાસે રામકો વિલેજમાં મહાદેવના મંદીર વાળી શેરીમાં-મોરબી મુળ રહેવાશી- વાઘગઢ-ટંકારા)ને વિદેશી દારૂની બોટલો નંગ- ૪ (કી.રૂ. ૧૫૦૦) તથા બીયરના ટીન નંગ ૮ (કી.રૂ.-૮૦૦) મળીને કુલ રૂ.૨૩૦૦ના મુદામાલ સાથે ઝડપી લઈને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

- text

- text