મોરબી: લૂંટ કેસના બંને આરોપીઓના રિમાન્ડ પૂર્ણ, આરોપીઓને કોર્ટમાં રજૂ કરાશે

- text


મોરબી : મોરબીના નવલખી બાયપાસ પાસે બનેલી લૂંટની ઘટનામાં પોલીસે બે આરોપીઓને પકડી પાડ્યા હતા. તેઓ પાસેથી 6 મોબાઈલ અને 2 છરી સહિતનો મુદામાલ જપ્ત કર્યો હતો. બાદમાં પોલીસે બન્ને વધુ કસ્ટડી મેળવવા કોર્ટમાં રજૂ કર્યા હતા. મેજિસ્ટ્રેટ દ્વારા પોલીસની માંગણીને ધ્યાને લઇ આરોપીના 2 દિવસના રિમાન્ડ મંજુર કર્યા હતા.

- text

આજે બન્નેના રિમાન્ડ પુરા થતા આરોપીઓને ફરી કોર્ટમાં રજુ કરવા તજવીજ હાથ ધરી હતી. આ પ્રકરણમાં કુલ રૂ. 4 લાખની લૂંટ થઇ હતી. પોલીસે લૂંટ કરાયેલ થેલો કબ્જે કર્યો હતો. જો કે તેમાંથી માત્ર રૂ. 2.68 લાખ જેટલી રકમ જ પરત મળી હતી. જ્યારે બાકીની રકમનું આરોપીઓએ શું કર્યું, બાકીના ફરાર આરોપીઓ કોણ છે, અગાઉ કેટલી લૂંટની ઘટનાને અંજામ આપ્યો છે વગેરે બાબતોની પોલીસે તપાસ હાથ ધરી છે.

- text