રામજન્મભૂમિ તીર્થક્ષેત્ર સંસ્થાના મોરબી તાલુકા કાર્યાલયનો પ્રારંભ

- text


અગ્રણીઓ દ્વારા ધનરાશિ અર્પણ કરાઈ : કારસેવકોનું સન્માન કરવામાં આવ્યું

મોરબી : રામજન્મભૂમિ તીર્થ ક્ષેત્ર દ્વારા રામજન્મભૂમિ અયોધ્યા પર ભવ્ય રામમંદિર નિર્માણના નિધી સમર્પણ મહા અભિયાન અન્વયે મોરબી તાલુકાના કાર્યાલયનો મહેન્દ્રનગરના પ્રભુકૃપા ટાઉનશીપ ખાતે ગઈકાલે વિધિવત શુભારંભ કરવામાં આવ્યો હતો અને ભારતમાતાનું પૂજન પણ કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે ઉદ્ઘાટક તરીકે રામધન આશ્રમના મહંત ભાવેશ્વરીબેન, નિર્મલ વિદ્યાલયના સંચાલક અને કારસેવક ગોવિંદભાઈ કલોલા, રાષ્ટ્રીય સ્વંયસેવક સંઘ મોરબી જીલ્લાના પ્રચારક સંતોષભાઈ દુબે અને જીલ્લા કાર્યવાહ મહેશભાઈ બોપલીયા, જીગ્નેશભાઈ કૈલા તથા મનસુખભાઈ આદ્રોજા સહિતના ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે આશીર્વચન પાઠવતા ભાવેશ્વરીબેને રામમંદિર નિર્માણ અંગે આનંદ વ્યક્ત કરી આ અભિયાનને સફળ બનાવવા દાન આપવા માટે આહવાન કર્યું હતું. જયારે કારસેવક તરીકે અયોધ્યા ગયેલા ગોવિંદભાઈ કલોલાએ રામજન્મભૂમિના ઈતિહાસ, તે માટે કરેલા સંઘર્ષો અને વિવિધ કારસેવકોના બલિદાન અને તેઓના સંસ્મરણોને વાગોળ્યા હતા.

આ પ્રસંગે ભાવેશ્વરીબેનના હસ્તે રામભક્ત કારસેવકો ગોવિંદભાઈ કલોલા, દેવકરણભાઈ આદ્રોજા, હરિભાઈ સાદરીયા અને રતીબાપા સહિતનાઓનું સન્માન સ્મૃતિ અર્પણ કરી તેઓનું વિશિષ્ટ સન્માન કરી આંદોલનમાં તેમના યોગદાનને બિરદાવવામાં આવ્યું હતું. આ ઉપરાંત, રામમંદિર નિર્માણ માટે ગોવિંદભાઈ કલોલા દ્વારા રૂ. 1,11,1111, જીગ્નેશભાઈ કૈલા દ્વારા રૂ. 1,11,1111, રામજીભાઈ પીતાંબરભાઈ બોપલીયા દ્વારા રૂ. 55,555 અને ભાવેશ્વરીબેન દ્વારા રૂ. 1111 રાશી અર્પણ કરવામાં હતી. આ પ્રસંગે વિવિધ ક્ષેત્રના વિવિધ આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમનું સફળ સંચાલન મનહરભાઈ શુદ્રાએ કર્યુ હતું તથા કાર્યક્રમને સફળ બનાવવા સંયોજક કિશોરભાઈ મોરડીયા, મહેશભાઈ બોપલીયા, સહિતની સમગ્ર ટીમે ભારે જહેમત ઉઠાવી હતી.

- text

- text