અયોધ્યા રામમંદિર નિર્માણ કાર્ય માટે મોરબીના રામભક્તો દ્વારા અનેરું યોગદાન

- text


મોરબી : વર્ષોની પ્રતીક્ષા બાદ હવે ભગવાન શ્રીરામની જન્મભૂમિ અયોધ્યા ખાતે શ્રીરામનું ભવ્યાતિભવ્ય મંદિર નિર્માણ પામી રહ્યું છે. ત્યારે દેશભરમાંથી રામમંદિર નિર્માણ કાર્યમાં સહયોગ આપવા માટે દાનની સરવાણી વહી રહી છે. રામભક્તો યથાશક્તિ યોગદાન આપી રહ્યા છે. ત્યારે મોરબી જિલ્લામાં પણ લોકો કોઈને કોઈ પ્રકારે રામમંદિર નિર્માણ કાર્યમાં યોગદાન આપી ધાર્મિક કાર્યમાં સહભાગી બની રહ્યા છે.

સખનપરા પબ્લિસિટી દ્વારા આવક જતી કરીને રામમંદિર નિર્માણ કાર્યમાં વિશિષ્ટ સહકાર

મોરબી : રામજન્મભૂમિ તીર્થક્ષેત્ર સંસ્થા દ્વારા રામજન્મભૂમિ અયોધ્યા ખાતે ભવ્ય રામમંદિરનું નિર્માણ થઈ રહ્યું છે. ત્યારે સમગ્ર મોરબી જિલ્લામાં રામમંદિર નિધિ એકત્રીકરણ અભિયાનના પ્રચાર-પ્રસારને વેગ આપવા માટે હોર્ડિંગ્સ લગાવવામાં આવ્યા છે. આ હોર્ડિંગ્સ લગાવવા માટે અનેક દાતાઓએ અનુદાન આપ્યું છે. આ સાથોસાથ મોરબીમાં હોર્ડિગ્સ લગાવી રાખવા માટે મહિનાનું ભાડું અંદાજે રૂ. 1.25 લાખ જેટલું થાય છે. તે સંપૂર્ણ રીતે ન લેવાનો સખનપરા પબ્લિસિટી દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે. આમ, સખનપરા પબ્લિસિટી દ્વારા રામમંદિર નિર્માણ કાર્ય માટે વિશિષ્ટ સહકાર આપી સંસ્થાના માલિકોએ રામભક્તિનો પરિચય આપ્યો છે.

મોરબી : રામમંદિર નિર્માણ માટે ગોપીધુન મંડળ, શનિદેવ મંદિર તથા સ્થાનિકો દ્વારા આર્થિક સહાય

મોરબી : રામજન્મભૂમિ અયોધ્યા પર ભવ્ય રામમંદિર નિર્માણ પામી રહ્યું છે. જેના માટે નિધી સમર્પણ અભિયાન અંતર્ગત ગઈકાલે અક્ષરધામ પાર્કમાં આવેલ શનિદેવ મંદિર તરફથી રૂ. 11,111 તથા આ જ વિસ્તારમાં વિવિધ પરિવારોના ઘરે ધુન-ભજન કરતા શ્યામનગર ગોપી ધૂન મંડળ દ્વારા રૂ. 7000 તથા કુબેરનગર વિસ્તારમાં રહેતા રામભક્ત પંકિતભાઈ સુરેશભાઈ રાઠોડને ત્યાં પુત્રીજન્મની ખુશાલીમાં રૂ. 5000 અર્પણ કરવામાં આવ્યા હતા. આમ, સમાજમાં ભગવાન શ્રીરામના મંદિર માટે નિધિ સમર્પણ કરીને ઉત્સાહની લાગણી પ્રવર્તી રહી છે.

- text

મોરબીમાં રામરથને સ્થાનિકોએ ઉત્સાહભેર વધાવ્યો

મોરબી : મોરબીમાં રવાપર-ઉપનગર વિસ્તારમાં શ્રીરામ રથ સાથે નિકળેલી મોટર સાયકલ રેલીએ અદ્ભુત વાતાવરણનું સર્જન કર્યું હતું. રામરથના પ્રમુખ કાર્યકર્તાઓ તથા સ્વયંસેવકો સવારે 8:30 કલાકે શ્રી રામ ભગવાનના નામના ખેસ સાથે રામરથનું સમયના ગેટ પાસેથી પ્રસ્થાન કર્યું હતું. જેમાં ભગવાન શ્રીરામના રથને લઈને સૌમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. તેમજ પ્રત્યેક સોસાયટી અને એપાર્ટમેન્ટના લોકોએ રામરથને વધાવ્યો હતો. તેમજ તેમજ કુમારિકાઓએ માથે કળશ રાખી રામભક્તોનું સ્વાગત કર્યું હતું. સાથેસાથે રામમંદિર નિર્માણ માટે સહયોગ આપવા કટીબદ્ધતા દર્શાવી હતી.

 

- text