ટંકારામાં આન-બાન-શાન સાથે 72માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરાઈ

- text


ટંકારા : ટંકારા તાલુકા કક્ષાના 72માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી પોલીસ સ્ટેશન ખાતે એક્ઝીક્યુટીવ મેજીસ્ટ્રેટ નરેન્દ્ર શુક્લના હસ્તે તિરંગો આકાશમાં ફરકાવી અને રાષ્ટ્રધ્વજને સલામી આપીને કરવામાં આવી હતી. બાદમાં તેમણે પ્રાસંગિક ઉદબોધન આપ્યું હતું. તેમજ પરેડ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ વુક્ષારોપણ કર્યુ હતું. વર્તમાન કોવિડ-19ના કાળને અનુલક્ષીને કાર્યક્રમમાં માત્ર આમંત્રિત નગરજનો જ હાજર રહ્યા હતા.

આ રાષ્ટ્રીય કાર્યક્રમમાં ટંકારા તાલુકા વિકાસ અધિકારી એમ. એમ. તરખલા, ફોરેસ્ટ ઓફિસર કુંડારીયા, મેડિકલ ઓફિસર ચિખલિયા, માજી તાલુકા પંચાયત પ્રમુખ ભુપત ગોધાણી, ટંકારા ભુતપૂર્વ સરપંચ કાનાભાઈ સહિત ટંકારાના અગ્રણી મહાનુભાવો, જાણીતા વકીલ આર. જી. ભાગિયા, સંજય ભાગિયા હાજર રહ્યા હતા. અંતમાં મહેમાનોના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન છત્તર પ્રાથમિક શાળાના આચાર્ય ભાવેશ સંઘાણી તથા સંકલન ટંકારા કન્યા શાળાના આચાર્ય ચેતન ભાગીયાએ કર્યું હતું.

- text

- text