ટંકારામાં ગણતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ દેશભક્તિ ગીતની સ્પર્ધા યોજાઈ

- text


આર્ય સમાજની આર્યવીર દળની યુવા પાંખ છેલ્લા 37 વર્ષથી કરે છે આયોજન

ટંકારા : ટંકારામાં આર્ય સમાજની યુવા ટીમ આર્યવીર દળ દ્વારા દર વર્ષે યોજાતી ઓપન ટંકારા તાલુકા દેશભક્તિ ગીત સ્પર્ઘા વર્તમાન સ્થિતિને અનુલક્ષીને છેલ્લા વર્ષમાં વિજેતા રહેલા સ્પર્ધકોને સ્થાન આપી મહર્ષિ દયાનંદ સરસ્વતી ગુરૂકુલ ખાતે રાખવામાં આવી હતી. સ્પર્ધકોએ સુરીલા સુરથી ભારત માતાના સંતાનો એવા અમર શહિદોને યાદ કરી જોમ અને જુસ્સા સાથે દેશભક્તિ ગીતો રજૂ કર્યા હતા. અને દેશના નરબંકાઓની શહાદતને સલામી સાથે શ્રદ્ધાંજલિ આપી હતી.

આ તકે આર્ય સમાજના પ્રમુખ દેવકુમાર પડસુમ્બિયા, ટંકારાના રાજકિય અગ્રણી બેચરભાઈ ઘોડાસરા, ભરતભાઈ વડધાસીયા, મેહુલભાઈ કોરીંગા, રજનેશ મેસાણિયા સહિત આર્ય સમાજના આર્યવીરો અને આમંત્રિતો હાજર રહ્યા હતા. આ ઉપરાંત, સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલના મ્યુઝિક માસ્તરોએ હાજરી આપી સ્પર્ધાના બાળકોનો ઉત્સાહ વધાર્યો હતો. સ્પર્ધાના અંતે પ્રથમ નંબરે ગૌસ્વામી અવનીબેન, બીજા નંબર પર રાઠોડ ચંદ્ર અને ત્રીજા ક્રમે દર્શન ગઢવી એ સ્થાન મેળવ્યું હતું. ભાગ લેનાર તમામ સ્પર્ધકોને શિલ્ડ અર્પણ કરી સન્માનિત કરવામાં આવ્યા હતા. છેલ્લા ૩૭ વર્ષથી પ્રજાસત્તાક દિનની પૂર્વ સંધ્યાએ યોજાતી આ દેશભક્તિ ગીતની સ્પર્ધામાં આર્ય સમાજના હસમુખજી પરમારની ખોટ સાલી હતી. અને તેની વાતોને વાગોળી ‘વંદે માતરમ્’ ગાન સાથે કાર્યક્રમ પૂર્ણ જાહેર થયો હતો.

- text

- text