મોરબી : 101 ફૂટની ઉંચાઈએ 20×30 ફૂટનો ત્રિરંગો લહેરાવી ગણતંત્ર દિવસની ઉજવણી કરાઈ

- text


મોરબી : મોરબીમાં આજે ઠેર-ઠેર પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે. સરકારની મુખ્ય કચેરીઓ, શાળા-કોલેજોમાં રાષ્ટ્રધ્વજ ફરકાવી ધ્વજવંદન કરવામાં આવી રહ્યું છે. ત્યારે મોરબી તાલુકાના પીપળી ગામમાં 101 ફૂટ ઉંચા પોલ ઉપર 20 બાય 30 ફૂટનો ત્રિરંગો લહેરાવી ગણતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી હતી.

મોરબી જિલ્લાના પીપળી ગામ પાસે આવેલ લાઈટિંગ પોલ મેન્યુફેક્ચર કરતી કંપની જેટકો ટેક એન્જિનિયરિંગ દ્વારા 101 ફૂટનો ફ્લેગ માસ્ટ પોલ બનાવી 20 બાય 30 ફૂટનો તિરંગો લહેરાવવામાં આવ્યો હતો. આ તકે ઊંચે આકાશમાં રાષ્ટ્રધ્વજ લહેરાતો જોઈને ઉપસ્થિત સૌએ ગૌરવની લાગણી અનુભવી હતી. આમ, જેટકો ટેક એન્જિનિયરિંગ કંપની દ્વારા 20 બાય 30 ફૂટનો ત્રિરંગો લહેરાવી ગણતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી હતી.

- text

 

- text